જામનગર શહેરમાં વધુ એક બાઈક ચોરીની ફરિયાદ

20 July 2019 05:03 PM
Jamnagar Crime
  • જામનગર શહેરમાં વધુ એક બાઈક ચોરીની ફરિયાદ

જામનગરમાં પટેલ સમાજ પાછળ રણજીતરોડ પર આવેલ એક મકાનની બાજુમાં પાર્ક કર્વામવા આવેલ મોટર સાયકલની ચોરી થયાની સ્થાનિક પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
જામનગરમાં રણજીતસાગર રોડ પર આવેલ પટેલ સમાજની પાછળ આશીર્વાદ એવન્યુમાં રહેતા મેહુલભાઈ રશિકભાઈ પ્રાગડા નામના આસામીએ ગત તા. 8/6ના રોજ પોતાના ઘર પાસે પાર્ક કરેલ પોતાની જી.જે.10 બી.એન.-8994 નંબરની મોટરસાયકલ કોઈ સખ્સ ચોરી કરીને લઇ ગયા હતા. રૂપિયા 25000 હજારની કિમતની મોટરસાયકલ ચોરી થઇ જતા મેહુલભાઈએ સીટી એ ડીવીજન પોલીસમાં અજાણ્યા સખ્સો સામે આઈપીસી કલમ 379 મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ખંભાલીયા ગેટ ચોકીના સ્ટાફે તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement