ધોની વેસ્ટઈન્ડીઝના પ્રવાસમાં નહીં જોડાય: ક્રિકેટ બોર્ડને જાણ કરી

20 July 2019 05:00 PM
Sports
  • ધોની વેસ્ટઈન્ડીઝના પ્રવાસમાં નહીં જોડાય: ક્રિકેટ બોર્ડને જાણ કરી

નવી દિલ્હી તા.20
ધોની સંન્યાસ લેશે તેવી અટકળોનો અંત આવી ગયો છે જે મુજબ આગામી બે મહિના ધોની ક્રિકેટ નહી રમે. પરંતુ સેનાની સાથે સમય વીતાવશે.
ધોનીના સંન્સની છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા ચાલી રહી છે ત્યારે એવી ખબર આવી છે કે ધોની ટીમ ઈન્ડીયા સાથે વેસ્ટઈન્ડીઝના પ્રવાસે નહીં જાય. વેસ્ટઈન્ડીઝ પ્રવાસ માટે ખુદ ધોનીએ પોતાને અનુપસ્થિત જણાવ્યો છે કે ટીમની સાથે આગામી સીરીઝમાં નહીં રહે.
ઉલ્લેખનીય છે કે ધોની પેરામીલીટરી ફોર્સની પેરાશૂટ રેન્જમેન્યમાં માનદ લેફટીનેન્ટ કર્નલ છે. બીસીસીઆઈના એક શીર્ષ અધિકારીના જણાવ્યા અનુસાર ધોની પોતાની રેજીમેન્ટ સાથે આગામી બે મહિના રહેશે અને પોતાની અનન્ય સેવા આપશે.


Loading...
Advertisement