વાહન અકસ્માતના કેસમાં વચગાળાનું વળતર મંજૂર કરતી જામનગરની અદાલત

20 July 2019 04:36 PM
Jamnagar Crime
  • વાહન અકસ્માતના કેસમાં વચગાળાનું વળતર મંજૂર કરતી જામનગરની અદાલત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના રૂપેણ બંદર પાસે રહેતાં આમદ અયુબ મછિયારાની ગુજરાનાર પુત્રી કુબરા (ઉ.વ.7) વાળી રૂપેણ બંદર પાસે આવેલી સરકાર સ્કૂલમાંથી અભ્યાસ કરી પોતાના ઘરે જવા માટે રોડની સાઇડમાં ચાલીને જતી હતી, તે વખતે સાંજના આશરે 5:15 વાગ્યાના સુમારે ઓખા તરફથી પુરપાટ ઝડપે આવતા રાજસ્થાન પાસીંગના એક ટ્રક નંબર આર.જે.-09-જી.સી.-7572 વાગ્યાના સુમારે ચાલકે પોતાના કબ્જા હવાલાવાળુ વાહન પુરઝડપે ચલાવી રોડની સાઇડમાં જતી કુબરાને હડફેટે લેતા ગંભીર ઇજાઓ સબબ તેણીનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. જે અકસ્માત બદલ વાહનના માલિક અને વીમા કંપની યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ કાું.લી. સામે ગુજરનાર કુબરાના વારસદારોએ ક્લેઇમ વળતર મેળવવા જામનગરની અદાલતમાં અરજી દાખલ કરેલ હતી. જે અરજી સાથે વચગાળાનું વળતર મેળવવા અરજી કરેલી હતી. જે અરજી મંજૂર કરતાં રૂા.50,000 વાહનના માલિક તથા વીમા કંપની યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ કાું.લી. બન્ને, અરજદારોને એક માસમાં વ્યાજ સહિત ચુકવી આપવા જામનગરના મોટર એક્સિડેન્ટ ક્લેઇમ ટ્રીબ્યુનલ જજ એસ.ડી.મહેતાએ હુકમ કર્યો છે. ગુજરનાર કુબરા આમંદના વારસદારોએ એડવોકેટ એમ.એમ.કાદરીને રોકેલા છે.


Loading...
Advertisement