રાધિકા એડ્યુકેર સ્કૂલ દ્વારા ગુરૂપૂર્ણિમાની ભાવભેર ઉજવણી

20 July 2019 04:26 PM
Jamnagar Dharmik
  • રાધિકા એડ્યુકેર સ્કૂલ દ્વારા ગુરૂપૂર્ણિમાની ભાવભેર ઉજવણી

રાધિકા એડ્યુકેર સ્કૂલ દ્વારા ગુરૂ પૂર્ણિમા નું આયોજન તા. 16-07-2019 ના રોજ કરવામાં આવેલ. એસેમ્બલીમાં સવારથી જ વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય તથા સમૂહગાન વડે ગુરૂવંદના કરવામાં આવેલ તેમજ ગુરૂ પૂર્ણિમા વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવ્યા હતાં. જેમાં જૈન એડ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી અતુલ શાહ તેમજ મેનેજમેન્ટ કમિટી મેમ્બર પ્રદીપભાઇ પરમાર તેમજ એડમિન હેડ ધર્મેન્દ્રસિંહ સોલંકી, એકેડેમિક હેડ રિચા સંઘવી અલકા બાલા તથા તમામ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રસ્તુત કાર્યક્રમની સફળતાનો સંપૂર્ણ શ્રેય પ્રિન્સિપાલ શિવાની આચાર્યનાં માર્ગદર્શન હેઠળ ડાન્સ મેન્ટર કજરી પંડ્યા, મ્યુઝીક મેન્ટર કશ્યપ કુબાવત તથા મેઘના ઓઝા, હરેકૃષ્ણ ચૌહાણ, વિશ્રુત કોઠારી તેમજ વિદ્યાર્થીઓના શિરે જાય છે.


Loading...
Advertisement