દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષીતનું નિધન

20 July 2019 04:18 PM
India Politics
  • દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષીતનું નિધન

દિલ્હી: પાટનગર દિલ્હીના કોંગ્રેસ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષીત કેટલાક વખતથી બિમાર હતા. આજે બપોરે તેઓના 81 વર્ષની ઉમરે અવસાનના સમાચાર જાહેર થતા કોંગ્રેસ સહિતના રાજકીય વર્તુળોમાં શોકની લાગણી ફરી વળી હતી.

દિલ્હીની ભૂતપૂર્વ મુખ્યુપ્રધાન શીલા દિક્ષીતનું નિધન થયું છે. દિલ્હીની ત્રણ ટર્મ સુધી અને કેરળમાં 2014ના રોજ રાજ્યપાલ તરીકે પણ શીલા દિક્ષીત પદભાર સંભાળી ચુક્યા છે.માહિતી મુજબ શીલા દિક્ષીત ધણા લાંબા સમયથી બીમાર હતા અને એસ કોટ હોસ્પિટલ ખાતે તેની સારવાર ચાલી રહી હતીં. જ્યાં સારવાર દરમિયાન તેનુ હોસ્પિટલ ખાતે જ મૃત્યુ થયું છે.

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિતનું નિધન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિતનું નિધન થયું છે. શિલા દિક્ષિતનું 81 વર્ષની વયે નિધન થયું છે

મળતી માહિતી મુજબ, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિત ઘણા લાંબા સમયથી બિમાર રહ્યા હતા. તેઓ છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, જ્યાં આજે બપોરે તેમનું નિધન થયું છે.

સૂત્રોના કેહેવા અનુસાર, શિલા દિક્ષિતનું નિધન હૃદય રોગના હુમલાના કારણે થયું છે. તેમની સારવાર દિલ્હીના એક્સકોર્ટ હોસ્પિટલમાં ચાલી રહી હતી. શિલા દિક્ષિત ડિસેમ્બર 1998થી ડિસેમ્બર 2013 સુધી દિલ્હીના ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચુક્યા હતા. મુખ્યમંત્રી રહ્યા બાદ શિલા દિક્ષિત કેરળના રાજ્યપાલ પણ રહી ચુક્યા હતા.

વર્તમાનમાં શિલા દિક્ષિત દિલ્હીના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ હતા. તે લાંબા સમયથી બિમાર રહ્યા હતા. તે દિલ્હીના બીજા મહિલા મુખ્યમંત્રી હતી. 2017ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના મુખ્યમંત્રી પદ માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.

શિલા દિક્ષિતનો જન્મ 31 માર્ચ 1938ના રોજ પંજાબના કપૂરથલામાં થયો હતો. તે આ વર્ષે થયેલી લોકસભા ચૂંટણીમાં ઉત્તર-પૂર્વ દિલ્હી લોકસભા સીટથી ચૂંટણી લડ્યા હતા. જોકે, તેમને ભાજપાના નેતા મનોજ તિવારીએ હરાવી દીધા હતા. નિધનના થોડા દિવસ પહેલા સુધી તે રાજનિતીમાં સક્રિય રહ્યા. હાલમાં જ તેમણે દિલ્હીના કેટલાક જીલ્લામાં નવા જીલ્લાધ્યક્ષોની નિયુક્તિ કરી હતી.


Loading...
Advertisement