માળીયાના રાજપર(કું)-ખરેચિયા ગામે બે નીલગાય ઉપર જંગલી કુતરાનો હુમલો

20 July 2019 04:08 PM
Morbi
  • માળીયાના રાજપર(કું)-ખરેચિયા ગામે બે નીલગાય ઉપર જંગલી કુતરાનો હુમલો

ગઈકાલે સવારે રાજપર ગામ પાસેથી પ્રસાર થતી નદીમાં 8 જેવા જંગલી કુતરાઓએ નીલગાય પર હુમલો કર્યો હતો અને નીલગાયને ગંભીર ઇજા થઇ હતી જેની જાણ રાજપર ગામના લોકોને થતા ગ્રામજાનો દ્વારા જગલી કુતરાના સકંજામાંથી નીલગાયને બચાવવામાં આવી હતી અને મોરબી ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ વિભાગના ફોરેસ્ટર એમ. જી. દેત્રોજ, બળિયાવદ્રાભાઈ , સુરેલાભાઈએ દોડી આવ્યા હતા અને નીલગાયને જરૂરી સારવાર દેવામાં આવી હતી આવી જ રીતે ખરેચિયા ગામમાં પણ બીજી એક નીલગાયને જંગલી સ્વનો દ્વારા ઘાયલ કરેલ હતી તેને પણ બચાવી લેવામાં આવેલ છે અને આ બન્ને નીલગાયને સારવાર અર્થે પશુ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે (તસવીર : જીગ્નેશ ભટ્ટ)


Loading...
Advertisement