ચોટીલાના મોટી મોલડી ગામના યુવાન ઉપર છરીથી હુમલો : ગંભીર

20 July 2019 03:40 PM
Surendaranagar Crime
  • ચોટીલાના મોટી મોલડી ગામના યુવાન ઉપર છરીથી હુમલો : ગંભીર

હુમલો કરી નાશી છુટેલા અજાણ્યા શખ્સોની શોધખોળ

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.20
સુરેન્દ્રનગર જિલ્લા માં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વેવસ્થા ની સ્થતિ ખૂબ નબળી બની રહી છે. ખાસ કરી ચોટીલા થાન અને આજુબાજુ ના પંથકો માં વધુ પડતા નોંધાયા છે. ગઈ કાલે કોઈ અજાણ્યા શખ્સો દવારા ચોટીલાના મોટી મોલડી ગામે ગઈ રાત્રે ફાકી ખાવા ઉભેલા વિપુલ ડાભી પર છરીથી હુમલો કર્યો હતો.જેમાંવિપુલ ને છરી નો ઘા વાગતાં ઘાયલ થયો હતો.ત્યારે વિપુલ નામ ના શખ્સ ને આજુબાજુ માં ઉભેલ લોકો દવારા સારવાર માટે ચોટીલા હોસ્પિટલ ખસેડાયો હતો.
આ વિપુલ પર હુમલો થયા પાછળ નુ કારણ છેડતી નુ હોવાની આશંકા આજુબાજુના લોકો દવારા વ્યક્ત કરવા માં આવી રહી છે.
ત્યારે હુમલો થયાની વાત ગામમાં ફેલાતા ચકચાર મચી ગયો છે.અને ઘટના સ્થળે પહોંચી પોલીસ હાલ તાપસ હાથ ધરી છે.


Loading...
Advertisement