જુનાગઢ મનપાની કાલે ચૂંટણી છતા બેનરો દુર કરવામાં તંત્ર નિષ્ફળ

20 July 2019 03:23 PM
Junagadh
  • જુનાગઢ મનપાની કાલે ચૂંટણી છતા
બેનરો દુર કરવામાં તંત્ર નિષ્ફળ

જુનાગઢ તા.20
જુનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીના મતદાનને હવે ગણતરીની કલાકો જ બાકી છે ત્યારે ચૂંટણી પંચની કામગીરીની ઘોર બેદરકારીનો નમુનો સામે આવ્યો છે. ચૂંટણી પૂર્વના 48 કલાક બાદ પ્રચાર જાહેર સભા બેનરો ઉતારી લેવાના નિયમ છે ત્યારે જુનાગઢ મનપાના મતદાન મથક વિસ્તારમાં વોર્ડ નં.12માં ઈલેકટ્રીક સબ સ્ટેશનમાં આજે પણ અપક્ષ ઉમેદવારનું બેનર લગાવેલુ નજરે પડે છે. ચૂંટણી પંચ શહેરમાં આવા બેનરો ઉતારવામાં કેમ કામ નહીં કરતા હોય પ્રચાર કરવા દેતી હશે? પ્રમુખનગરના ગેઈટ પાસે જ બીલનાથપરા નજીક જ બેનાર રોડ પર ચાડી ખાય છે. નમુનો રોડ પર નજરે પડે છે છતા ચુંટણી પંચની નજરમાં નહીં આવતો હોય તે હકીકત છે.


Loading...
Advertisement