કચ્છમાં 46.41 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

20 July 2019 03:15 PM
kutch Crime Saurashtra
  • કચ્છમાં 46.41 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
  • કચ્છમાં 46.41 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

બે આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડમાં લેવા તજવીજ : પ6.58 લાખનો મુદામાલ કબ્જે

ગાંધીધામ તા.20
ગાંધીધામમાં મોટા ગજાના ગણાતા બૂટલેગરો પાસા અને દારૂબંધીના કેસ હેઠળ હાલ અંદર છે. છતાં દારૂનો કારોબાર બેરોકટોકપણે યથાવત રહ્યો છે. પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાંચે આજે બપોરે શિકારપુર પાસે છપરા બિહાર હાઇવે હોટલ પાસેથી અડધા કરોડનો દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડયો હતો. પોલીસે ટ્રકમાં રહેલા ડ્રાઇવર અને કિલનરની ધરપકડ કરી છે.
ટ્રકમાંથી પોલીસે કુલ 46 લાખ 41 હજાર 600 રૂપિયાની કિંમતની અંગ્રેજી શરાબની 750 એમએલની 8208 નંગ બોટલ અને 180 એમએલ (કવાર્ટરીયા)ની 14 હજાર 304 નંગ બોટલ જપ્ત કરી છે. દસ લાખની ટ્રક, બે મોબાઇલ, આરોપીઓ પાસેથી મળેલી 14 હજારની રોકડ વગેરે મળી પોલીસે કુલ 56.58 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપીમાં ગુરૂદીપસિંઘ અત્તરસિંઘ બસીઠ (ઉ.વ.42), યશપાલસિંહ ઇશરસિંઘ બસીઠ (ઉ.વ.40) રહે.બંને રાજૌરી, કાશમીરનો સમાવેશ થાય છે. પોલીસે લુધિયાણાના ટ્રકમાલિક અને વિદેશી દારૂ મોકલનાર અને મંગાવનાર અજાણ્યા શખ્સો વિરૂઘ્ધ સામખીયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. કામગીરીમાં પીઆઇ ડી.વી.રાણા, પીએસઆઇ એન.વી.રહેવર અને એલસીબીનો સ્ટાફ જોડાયો હતો.


Loading...
Advertisement