અમરેલી જિલ્લામાં કાલે વરૂણદેવને રીઝવવા જન યાત્રા : બાબરા ભાજપના યુવાનો જોડાશે

20 July 2019 03:14 PM
Amreli
  • અમરેલી જિલ્લામાં કાલે વરૂણદેવને રીઝવવા  જન યાત્રા : બાબરા ભાજપના યુવાનો જોડાશે

(દીપક કનૈયા) બાબરા તા.20
કાલે રવિવારના રોજ અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ ભાજપના અગ્રણી ડોક્ટર ભરતભાઈ કાનાબાર દ્વારા વરુણદેવને રીઝવવા માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. હાલ અપૂરતા વરસાદને કારણે ખેડૂતોના પાક બળી ગયા છે અને રોજગાર ઓપણ દીમ પડી ગયા છે સમગ્ર જિલ્લો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યો છે વરુણદેવને રીઝવવા માટે ઠેર ઠેર રામધુન અને શ્ર્વાનના લાડવા ખવડાવવામાં આવે છે અત્યારે આવા સમયે લોકો ભગવાન નો સહારો લઈ રહ્યા છે લોકોના જનહિત માટે અમરેલી જિલ્લાના અગ્રણી તબીબ ડોક્ટર અને પ્રદેશ ભાજપના અગ્રણી ડોક્ટર ભરત ભાઈ કાનાબાર દ્વારા જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારના રોજ લાઠી થી ભુરખીયા હનુમાન દાદા સુધી પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે જે આયોજનને લઈ સમગ્ર જિલ્લામાંથી આગેવાનો યુવાનો અને વિવિધ સંગઠનના આગેવાનો અને વિવિધ સંસ્થાઓના આગેવાનો યુવાનો બહેનો માતાઓ જન યાત્રા માં જોડાશે આ તકે બાબરા શહેર અને તાલુકાના 50 થી વધુ યુવાનો ડોક્ટર કાનાબાર દ્વારા આયોજિત પદયાત્રામાં જોડાશે નિતીન ભાઈ રાઠોડ તાલુકા ભાજપ પ્રમુખ બાબરા દીપકભાઈ કનૈયા પત્રકાર બાબરા મધુભાઈ ગેલાણી જીવરાજભાઇ લાહર કુમાર સોલંકી મુન્નાભાઈ મલકાણ મયુરભાઈ રાવળ હસનભાઇ અગવાન વાસુરભાઇ ચોહાણ સંદીપભાઇ રાદડીયા નિશાન ખાદા સવજીભાઇ બાંભવા વિનુભાઈ ડોબરીયા ભુપતભાઈ ખાચર નિરવ પોપટ વિપુલભાઈ કાચેલા વિપુલ રાઠોડ રમેશભાઈ ચાવડા ભગાભાઇ જમોટ અમરશીભાઇ વાધેલા સહીત બાબરા શહેર અને તાલુકા ના પંચાસ થી વધુ યુવાનો આ યાત્રા મા જોડાયા છે.


Loading...
Advertisement