ભાવેણાની નવ વર્ષની બાળા એશિયન યોગાશન ચેમ્પિયનશીપમાં હીર ઝળકાવશે

20 July 2019 03:12 PM
Bhavnagar
  • ભાવેણાની નવ વર્ષની બાળા એશિયન યોગાશન ચેમ્પિયનશીપમાં હીર ઝળકાવશે
  • ભાવેણાની નવ વર્ષની બાળા એશિયન યોગાશન ચેમ્પિયનશીપમાં હીર ઝળકાવશે

ઢાંકામાં યોજાનારી સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

ભાવનગર તા.20
આગામી તા.26-28 જુલાઈ 2019 દરમ્યાન "ઢાંકા,બાંગ્લાદેશ ખાતે યોજાનાર એશિયન યોગાસન સપોર્ટસ ચેમ્પિયનશિપ-2019" માટે ગિજુભાઈ કુમારમંદિર (દક્ષિણામૂર્તિ) ભાવનગર ની ધો 4 ની વિદ્યાર્થીની અને યોગહોલ,યુનિવર્સિટી કેમ્પસ ની આશાસ્પદ ખેલાડી ઋચા ત્રિવેદી માત્ર 9 વર્ષ ની વયે કોચ શ્રી રેવતુભા સર ના માર્ગદર્શન નીચે ફર્સ્ટ ઓફિશિયલ એશિયન યોગાસન સપોર્ટસ ચેમ્પિયનશીપ માં ભારત નું પ્રતિનિધિત્વ કરવા રવાના થશે. પ્રથમ 21 થી 24 જુલાઈ દરમ્યાન દિલ્હી નેશનલ કેમ્પ અને ત્યારબાદ 26 થી 28 જુલાઈ ચેમ્પિયનશિપ માં જશે.
ભાવેણા ની માત્ર 9 વર્ષ ની બાળ યોગીની ઋચા અને આ ચેમ્પિયનશિપ માં ભારત ની ટિમ ના મેનેજર તરીકે રેવતુભા સર ભારત નું પ્રતિનિધિત્વ કરનાર હોઈ , સેંકડો સમર્થકો શુભેચ્છકો અને યોગપ્રેમીઓ એ હૃદય થી શુભકામનાઓ પાઠવી છે.


Loading...
Advertisement