દામનગરમાં બે ‘મુન્નાભાઇ’ એમબીબીએસ તબીબ ઝડપાયા

20 July 2019 03:11 PM
Amreli Crime Saurashtra
  • દામનગરમાં બે ‘મુન્નાભાઇ’ એમબીબીએસ તબીબ ઝડપાયા

મેડીકલ ક્ષેત્રની ડિગ્રી નહી હોવા છતાં કલીનીક ખોલી પ્રેકટીસ કરતા બોગસ તબીબોને આરોગ્ય તંત્રએ ઝડપી : પોલીસ ફરિયાદ

(મિલાપ રૂપારેલ) અમરેલી તા.20
અમરેલી જિલ્લામાં કેટલાક ઉધાડપણા ડોકટર કોઇપણ જાતની ડોકટરની ડિગ્રી ધરાવતાં ન હોવા છતાં પણ માનવ જીંદગી સાથે ચેડા કરવા અને નાણા રળી લેવા માટે થઇ કલીનીક ખુલ્લેઆમ ચલાવતાં હોય છે અને આ અંગે છાશવારે અમરેલીનાં આઇએચએ દ્વારા ફરિયાદ કરવામાં આવે છે તેમ છતાં પણ આવા ડિગ્રી વગરનાં ડોકટર્સ પ્રેકટીસ કરી રહ્યા છે ત્યારે દામનગર ખાતે લાઠી તાલુકા હેલ્થ ઓફિસરે ચેકીંગ હાથ ધરી બે બોગસ ડોકટર્સને ઝડપી લઇ તેમની સામે પોલીસમા: ફરિયાદ નોંધાવતા લાઠી-દામનગર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
આ બનાવમાં દામનગર ગામે પ્રવિણ અમરેલી, સત્યમ કલીનીકનાં નામે તથા હેમંત ચૌહાણ હર્ષ કલીનીક નામે ગેરકાયદેસર રીતે મેડીકલ પ્રેકટીસ કરતાં હોવાની ફરિયાદ લાઠી તાલુકા હેલ્થ ઓફિસર ડો.રતિલાલ રામજીભાઇ મકવાણાને મળતાં તેઓએ આ બંને કહેવાતા રામજીભાઇ મકવાણાને મળતાં તેઓએ આ બંને કહેવાતા કલીનીક સંચાલકોને ત્યાં તપાસ હાથ ધરતાં કલીનીકમાંથી જુદી-જુદી દવાઓ તથા દવાનાં બીલ મળી આવતાં બંને કહેવાતા ડોકટર્સ ગેરકાયદેસર રીતે માનવ જીંદગી સાથે ચેડા કરી મેડીકલ પ્રેકટીસ કરતાં ઝડપાયા હતા.
આ અંગે લાઠી તાલુકા હેલ્થ ઓફિસર આ બંને ઇસમો સામે દામનગર પોલીસ સ્ટેશનમાં મેડીકલ પ્રેકટીસ 1963 કલમ 30, 35 મુજબ ફરિયાદ નોંધાવતાં દામનગર પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ ડી.જીેપટેલે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આવા હજુ કેટલાક ઉઘાડપણા ડોકટર્સ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળેલ છે.


Loading...
Advertisement