જસદણની ચુનારાવાડ પ્રા. શાળામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

20 July 2019 03:06 PM
Jasdan
  • જસદણની ચુનારાવાડ પ્રા. શાળામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.20
જસદણની નગરપાલિકા કચેરીમા સર્વિસ કરતા હર્ષદભાઇ ઉપાધ્યાય તરફથી જસદણનની આર્થિક પછાત ગણી શકાય એવી કમળાપુર રોડ પર આવેલી ચુનારાવાડ પ્રા. શાળામા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો.દર વર્ષેની જેમ આ વર્ષે પણ ધોરણ 5 થી 7 માં પ્રથમ નંબર મેળવનાર 3 વિદ્યાર્થીને હર્ષદભાઇ તથા તેમના ધર્મપત્ની તરફથી રૂપિયા 1111 રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામા આવ્યા. સ્વચ્છ ભારત વિશેના નિબંધ લેખન સ્પર્ધામાં 1 થી 3 નંબર મેળવનાર 3 વિદ્યાર્થીઓને સરકાર તરફથી શૈક્ષણિક કીટ તેમજ હર્ષદભાઇ તરફથી રોકડ ભેટ આપવામાં આવી. એસએમસી અધ્યક્ષ અને સમિતિના સભ્યો , સીઆસી કોર્ડિનેટર સંજયભાઈ મકવાણા તેમજ વાલીઓની ઉપસ્થિતિમાં બાળકોને આ ભેટ અર્પણ કરવામા આવી હતી. ચુનારાવાડ પ્રા. શાળાના આચાર્ય જયાબેન દેસાઈ અને સમગ્ર સ્ટાફ દ્વારા હર્ષદભાઇ ઉપાધ્યાયના આ સેવા કાર્ય બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


Loading...
Advertisement