બાબરા પાલિકા ચીફ ઓફિસર દ્વારા ખાણી પીણીના સ્ટોલ પર સઘન ચેકિંગ : ફફડાટ

20 July 2019 03:05 PM
Amreli
  • બાબરા પાલિકા ચીફ ઓફિસર દ્વારા ખાણી પીણીના સ્ટોલ પર સઘન ચેકિંગ : ફફડાટ

પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ નહી કરવા તાકીદ કરી

(દિપક કનૈયા) બાબરા, તા. ર0
હાલ ચોમાસાની ઋતુમાં મચ્છર અને માખીઓનો ઉપદ્રવ વધતો જાય છે ત્યારે લોકોના આરોગ્યપર કોઈ ગંભીર અસરનો થાય તેવા હેતુ સાથે પાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળાની સૂચના અને માર્ગદશન હેઠળ ચીફ ઓફિસર એમ, આર,ખીમસૂરિયા લતેમજ પાલિકા સ્ટાફ દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખી શહેરમાં આવેલ ખાણીપીણીના સ્ટોલપર સઘનચેકીંગ કરવામાં આવ્યું હતું
વેપારીઓ ખાદ્યપદાર્થો ને ઢાંકીને અને તાજો ખાદ્યપદાર્થો રાખવા કડક સૂચના પાલિકા ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવી હતી તેમજ જો હવે પછી વાસી ખાદ્યપદાર્થો પકડાશે તો કડક કાર્યવાહીના નિર્દેશપણ તંત્ર દ્વારા આપવામાં આવ્યા તેમજ 50 માઇક્રોથી નીચેના પ્લાસ્ટિકના ઝબલા રાખવામાં પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો.
નગરપાલિકાની આ ઝુંબેશમાં ખાદ્યપદાર્થોની રેકડીઓ,દુકાનો અને ફરસાણ ના વેપારીઓની દુકાન તપાસ કરવામાં આવી હતી
નગરપાલિકા દ્વારા ખાણીપીણીના સ્ટોલપર અને પ્લાસ્ટિક પર સઘન કાર્યવાહી કરાતા સ્થાનિક વેપારીઓમાં ફફડાટ ફેલાય ગયો હતો.


Loading...
Advertisement