ભાવનગરના ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ છાત્રાલયમાં વાલી મીટીંગ મળી

20 July 2019 02:54 PM
Bhavnagar
  • ભાવનગરના ક્ષત્રિય કારડીયા રાજપૂત 
સમાજ છાત્રાલયમાં વાલી મીટીંગ મળી

વિદ્યાર્થીનીઓનો સન્માન સમારોહ પણ યોજાયો

(વિપુલ હિરાણી) ભાવનગર તા.20
ભાવનગર શહેરના રૂપાણી વિસ્તારમાં આવેલ ક્ષત્રિય કારડિયા રાજપુત સમાજ ની અદ્યતન સુવિધા યુક્ત પામુંબા દેવીસિંહ ચુડાસમા ક્ધયા છાત્રાલય ખાતે વાલી મિટિંગ તથા હોસ્ટેલ માં રહી અભ્યાસ કરતી વિધાર્થીનીઓ નો ભવ્ય ઇનામવિત્રણ સત્કાર સમારોહ નું આયોજન કરવા માં આવ્યું હતું . કાર્યક્રમ ના અધ્યક્ષ સ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગર ના ડે. રજીસ્ટાર ડો.જયદીપસિંહ ડોડીયા ઉપસ્થિત રહ્યા હતા સાથે હોસ્ટેલ ના પ્રમુખ શ્રી હેમરાજસીહ ચુડાસમા તથા સંચાલન મંડળ ના રૂપસંગભાઈ રાઠોડ, બળુભાઈ જાદવ, અર્જુનસિંહ યાદવ, મોહબતસિંહ રાઠોડ, મ્હોંબતસિંહ ચાવડા, ભૂપતસિંહ પરમાર, પ્રફુલભાઈ મોરી, ઉદેસંગભાઈ પરમાર, તથા યશપાલસિંહ ચૌહાણ (પત્રકાર) સહિત ના ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ ને ઇનામો આપી પ્રોત્સાહિત કરી હતી .
કાર્યક્રમનું સંચાલન ડોડીયા શીતલબા ગોરધનભાઇ (પિંગલી) તથા ગોહિલ તોરલબા દિલીપસિંહ (ટાઢાવડ) એ કર્યું હતું. કાર્યક્રમ ને સફળ બનાવવા ગૃહમાતા ઇલાબેન શુક્લ એ જહેમત ઉઠાવી હતી.


Loading...
Advertisement