ભચાઉ તાલુકાના શિકારપુર ગામની વિવાદાસ્પદ જમીન વેંચી નાખવાના મુદ્દે ત્રણ શખ્સો સામે ફરિયાદ

20 July 2019 02:08 PM
kutch
  • ભચાઉ તાલુકાના શિકારપુર ગામની વિવાદાસ્પદ
જમીન વેંચી નાખવાના મુદ્દે ત્રણ શખ્સો સામે ફરિયાદ

ખરીદનારે સુથીના રૂા.સાત લાખ આપ્યા, માથાભારે શખ્સો પરત ન આપતા નોટીસ ફટકારાઈ

(ગની કુંભાર) ભચાઉ તા.20
ભચાઉ તાલુકાના સિકારપુરના સર્વે નંબર 790 બીન નંબરી- 131 વાળી હે.આ. 6-07-03 જેના એકર 15 જે આ મિલકત વિવાદાસ્પદ હતી. જે ગામ વોઘડા તા.ભચાઉના રહીશ 1, ગોમતીબેન ગણેશાભાઈ છાંગા તથા તેમના પતિ 2, ગણેશભાઈ અરજણભાઈ છાંગા 3. લખુભાઈ અરજણભાઈ છાંગા એ છેતરપીંડી અને વિશ્ર્વાસ ઘાત કરી અને ગામ ચિત્રોડ તા.રાપર ના રહીશ વસંતભાઈ ગોકળભાઈ પ્રજાપતિને આ ઉપરોકત જમીન અઘાટ દસ્તાવેજ કરી આપવાનું નકકી કરેલ તે પેટે સુથીના સાત લાખ આપેલા પાછળથી ખરીદનારને માલુમ પડેલ કે આ જમીન વાંધા વચકાવાળી છે
તે લેનારે ઉપરોકત ત્રણે જણને રૂા.સાત લાખ પરત આપવાનું કહેલ પરંતુ ખરીદનારને આજ દિવસ સુધી રકમ મળેલ નથી. અને ઉપરથી જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ છે.
ઉપરોકત ત્રણ જણે અમારી સાથે છેતરપીંડી વિશ્ર્વાસઘાત કરેલ હોય આ બનાવને લાગતા વળગતા તંત્રના વિભાગને આ વસંતભાઈ ગોકળભાઈ પ્રજાપતિને કાયદાકીય રીતે ન્યાય અપાવવા નમ્ર માંગ છે. અને ગુનેગારને કડકમાં કડક સજા થાય એવી માંગ છે જો કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા નહીં કરવામાં આવે તો વસંતભાઈ અચોકકસ મુદત માટે ગાંધીચીંધ્યા માર્ગે જવાની ફરજ પડશે જે લાગતાવળગતા તંત્રના વિભાગે નોંધ લેવી.


Loading...
Advertisement