કચ્છના નખત્રાણામાં ઘેંટાના વાડામાં શ્વાન ત્રાટકયા : 30 ઘેંટાના બચ્ચાને ફાડી ખાધા

20 July 2019 01:58 PM
kutch
  • કચ્છના નખત્રાણામાં ઘેંટાના વાડામાં શ્વાન
ત્રાટકયા : 30 ઘેંટાના બચ્ચાને ફાડી ખાધા

વાડાની દિવાલ કુદી પડેલા શ્વાને હાહાકાર મચાવ્યો

ભૂજ તા.20
દુષ્કાળગ્રસ્ત કચ્છના નખત્રાણા તાલુકાના મથલમાં ઘેટાના વાળામાં શ્વાનોએ હુમલો કરીને 30 જેટલા ઘેટાના બચ્ચાઓને ફાડી ખાતા માલધારી પરિવાર પર આભ તુટ્યું હતું. શ્વાનો દ્વારા કરાયેલા હુમલામાં અબોલા જીવો મોતના મુખમાં ધકેલાતા માલધારી પરિવારની રોજીરોટી સામે પ્રશ્નાર્થ ખડો થયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણાના મથલ ગામે રત્નાસર ડેમ પાસે ભારા રામા રબારીનો વાળો આવેલો છે, આ વાડામાં તેમના 30 જેટલા ઘેટાના લવારા પુરેલા હતા. માલધારી પોતે મોટા ઘેટા-બકરાઓ લઈને વગડામાં ચરાવવા ગયા હતા. તે દરમિયાન તેમના વાડાની દિવાલ કુદીને શ્વાનોએ લવારાઓ પર હુમલો બોલાવ્યો હતો. શ્વાનો દ્વારા કરાયેલા આક્રમણમાં 30 જેટલા લવારાઓનું મોત નિપજ્યું હતું. ગુરૂવાર સાંજે વનવગડામાંથી પરત ફરેલા ભારાભાઈએ જોયું તો, તેમના પશુધનને શ્વાનો દ્વારા ફાડી ખાવામાં આવ્યું હતું. અબોલા જીવોની દુર્દશા જોઈ,અરેરાટી ફેલાઈ જવા પામી છે.


Loading...
Advertisement