સૌની યોજના હેઠળ શેત્રુંજી ડેમમાં નર્મદાનીર ઠાલવવાની માંગ

20 July 2019 01:45 PM
Bhavnagar
  • સૌની યોજના હેઠળ શેત્રુંજી ડેમમાં નર્મદાનીર ઠાલવવાની માંગ

ગોહિલવાડના તળાજા પંથક સહિતના ખેડૂતો વાવણી નિષ્ફળ જવાની દહેશતની ચિંતામાં છે તેવા સમયે કેનાલ માટે પિયતનું પાણી આપવા માંગ

ભાવનગર તા.20
વાવાઝોડા ના પગલે આવેલ વરસાદને લઈ તળાજા પંથક માં સર્વત્ર વાવણી થઈ ગઈ. ખેડૂતો સમયસર વાવણી થઈ જતા અને અષાઢ ધોરી મહિનામાં મેઘરાજા મન મુકીને વરસસે તેવી આશા લઈને રાજી રાજી હતા. પણ ખેડૂતો ને એ રાજીપો વરસાદ ખેંચાતા ઓસરીગયો છે.હવે મુશ્કેલી માં મુકાયા છે. કારણકે મૌલાત મુરજાવવા લાગી છે. જેને લઈ કરોડો રૂપિયાની ખોટ ખેડૂતો ને સહનન કરવી પડે તે માટે શેત્રુંજી ડેમમાં જે પાણી છે તેમનો કેટલોક જ્થથો કેનાલ વાતે આપવામાં આવે અને સૌની યોજનાવાટે શેત્રુંજી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવા માં આવે તેવી ખેડૂતો ની માગ છે.
તળાજા ના ખેડૂત આગેવાન હરજીભાઈ ધાંધલીયા ના જણાવ્યા પ્રમાણે હાલ તળાજા તાલુકાના ખેડૂતો,પશુ પાલકો કપરી સ્થિતિમાં મુકાયા છે. કારણ છે વરસાદ ખેંચાતા વાવણી કરી હોય તે મૌલાત ને નુકશાન થઈ રહયુ છે. આગામી પાંચેક દિવસ માં વરસાદ ન આવેતો ખેડૂતો દેવાના ડુંગરમાં દબાઈ જશે. વાવણી માટે ખાતર,બિયારણ અને મજુરી ખર્ચ કર્યો છે તે માથે પડશે. એવુંજ પશુ પાલકો નું છે. ઘાસચારો હવે પાંચ પંદર દિવસ ચાલે તેટલો માંડ છે.કુવાઓ કે બોર માં પાણી નથી. આથી પશુધન ને ખોરાક અને પાણી કેમ પુરૂપાડીશું તેની ચિંતા સતાવી રહી છે.
સરકાર પાસે ખેડૂતો અને પશુ પાલકો નેચિંતા મુક્ત કરવા એકજ રસ્તો છે. એ છે ભાવનગર શેત્રુંજી ડેમને મળેલી સૌની યોજનાનો લાભ. ખેડૂત આગેવાનો ઉમેરે છેકે હાલ નર્મદા ડેમની સપાટી સારી છે.સરકારે સૌની યોજના પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા છે તે આવા સમએજ શેત્રુંજી ડેમમાં પાણી ઠાલવે અને બીજી તરફ એક દિવસ નો પણ વિલંબ કર્યા વગર શેત્રુંજી કેનાલ વાતે બન્ને કાંઠા માં પાણી આપવામાં આવે તો હજારો વીઘા જમીન માં એક પાણ મળી જાય. જેથી પશુ માટે વાવેલો ઘાસચારો અને મૌલાત બન્ને ને જીવત દાન મળી જાય તેમ છે.
તળાજા મહુવા ઘોઘા અને પાલીતાણા વિસ્તાર ના ખેડૂતો ને રાહત થઈ જાય. જો આવા સમયે સૌની યોજના દ્વારા પાણી ન મળે તો આ યોજના નો શુલાભ ? તેવો પ્રશ્ન ખેડૂતો માં ઉદ્દભવી રહ્યો છે.
ગોહિલવાડના તમામ રાજકીય આગેવાનોએ ખેડૂતોની તરસી આંખને વાચા આપવી રહી
વરસાદ ખેંચતા આખાય ગોહિલવાડ પંથક ના ખેડૂતો મુશ્કેલી માં ગરકાવ થઈ ગયા છે. પણ તળાજા પાલીતાણા મહુવા અને ઘોઘા વિસ્તાર ના ખેડૂતો ની ચિંતા દૂર થાય તેવો રસ્તો સરકાર પાસે છે. શેત્રુંજી ડેમમાંથી કેનાલ વાટે પાણી છોડવું. એક તરફ કેનાલ વાટે પાણી છોડવામાં આવે ને બીજી તરફ પીવા માટે સૌની યોજના ની પાઇપ લાઇન ડેમ સુધી પહોંચીજ ગઈ છે ત્યારે નર્મદા નું પાણી ઠાલવવામાં આવે. આ બાબતે ગોહિલવાડ ના તમામ પક્ષના રાજકીય આગેવાનો એક જુટ થઈ સરકારપાસે ત્વરિત ખેડૂતો અને પશુ પાલકો ના હિત માં નિર્ણય લેવરાવે તેમ ખેડૂતો પશુપાલકો ઈચ્છી રહ્યા છે.


Loading...
Advertisement