બાબરાના ગળકોટડી ગામે તળાવની જમીન પર દબાણ દૂર કરવા સરપંચની માંગણી

20 July 2019 01:31 PM
Amreli
  • બાબરાના ગળકોટડી ગામે તળાવની જમીન
પર દબાણ દૂર કરવા સરપંચની માંગણી

8 વિઘા જમીન પર ભૂમાફીયાઓ દ્વારા તળાવમાં માટીનું પુરાણ

(દિપક કનૈયા) બાબરા તા.20
બાબરા તાલુકા ના ગળકોટડી ગામે ગામના જુના તળાવ ની આઠ વિધા જેવી જમીન પર બાબરા ના અરૂણાબેન ગોરધનભાઈ ધોળકીયા દ્વારા ગેરકાયદેસર રીતે જમીન પર દબાણ કરી લીધેલું છે ઉલ્લેખનીય છે કે વર્ષોથી પાણીના સંગ્રહ માટે ગામના પાદરમાં તળાવ આવેલ છે આ તળાવ વરસાદ અભાવે ખાલી હોવા થી ભુ માફીયાઓ દ્વારા તળાવ મા માટી નાખી બુરી દય ખુટા નાખી દીધા છે ગામ જાગ્રુત સરપંચ વાસુરભાઇ ચોહાણે બાબરા મામલતદાર કચેરી ખાતે એક વષઁ પહેલા જમીન નું દબાણ દૂર કરવા માટે મામલતદારને લેખિત રજૂઆત કરી હતી.
છેલ્લા એક વર્ષ દરમિયાન અનેક રજૂઆત છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું ભુ માફીયા અને તંત્ર ના અમુક કર્મચારીઓના કારણે આ દબાણ દુર નથી થતુ જ્ઞાતિ વાદ ના કારણે દબાણ કારક પોતાની મનમાની ચલાવે છે સરપંચ વાસુરભાઇ ચોહાણ ને જણાવ્યું કે જો તંત્ર દબાણ દુર નહી કરેતો સમગ્ર ગ્રામજનો સાથે જીલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામા આવે છે અને રાજય ના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ ને પણ પત્ર લખી જાણ કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે સોનાની લગડી જેવી જમીન પચાવી પાડવા નુ કૌભાંડ પાછળ રાજકારણ રમાય રહીયુ છે આગામી તા 31-7-2019 ના રોજ સ્વાગત કાર્યક્રમ તેની ઉપર સૌની નજર છે દબાણ દૂર થશે કે નહીં તે બાબતે ચર્ચાનો વિષય બન્યો છે બન્યા છે.


Loading...
Advertisement