હીરાને એના મૂલની ખબર નથી: અમદાવાદની 30% હેરીટેજ સાઈટ અદ્રશ્ય અથવા ચેડાં

20 July 2019 01:05 PM
Ahmedabad Gujarat
  • હીરાને એના મૂલની ખબર નથી: અમદાવાદની 30% હેરીટેજ સાઈટ અદ્રશ્ય અથવા ચેડાં

ઘણાં લોકોને જ ખબર નથી કે તેમના મકાન હેરિટેજ ટેગ ધરાવે છે

અમદાવાદ: જે પુરાતત્વીય ખજાનાના કારણે કોટની અંદરના અમદાવાદ શહેરને યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સીટીનું બિરુદ મળ્યું હતું, એમાંના કેટલાક પ્રતીકો સાથે ચેડાકરવામાં આવ્યા છે અથવા નાશ કરવામાં આવ્યો છે.
489 લિસ્ટેડ પ્રોપર્ટીમાંથી 11 હેરીટેજ સાઈટ હવે ખાલી પ્લોટ રહીછે, અને 38 ઈમારતોતોડી પડાઈ છે. આવી સાઈટની ખરાઈ કરવા ઈન્સ્પેકશન યીમ ગઈ ત્યારે 50 કિસ્સામાં જોવા મળ્યું કે હેરીટેજ ઈમારતોમાં આધુનિક બાંધકામ સામેલ થઈ રહ્યા છે. ટીમે 34 બિલ્ડીંગોની નબલી જાળવણી થઈ રહ્યું હોવાની નોંધ કરી છે. સમગ્રતયા, સર્વે કરાયેલી 30% હેરીટેજ પ્રોપર્ટી સાથે ચેડા થયા છે અથવા થતઈ શકે છે.
અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન 1700થી વધુ લિસ્ટેડ બાંધકામનું ઈન્સ્પેકશન કરી રહ્યું છે અને અદ્રશ્ય અથવા નષ્ટ કરવામાં આવેલી હેરીટેજ પ્રોપર્ટીથી સંખ્યા વધી શકે છે.
ક્ધઝર્વેશન પગલા પર દેખરેખ રાખતી સ્વતંત્ર સંસ્તા હેરીટેજ ક્ધઝર્વેશન કમીટી (એચસીસી)ની બેઠકમાં કોર્પોરેશનના અધિકારીઓએ આ મુદે લાલબતી ધરી હતી. શરુઆતમાં એવો અંદાજ હતો કે કોટની અંદરના વિસ્તારોની 10% લિસ્ટેડ પ્રોપર્ટીને ભારે નુકશાન થયું છે અથવા તોડી પાડવામાં આવી છે.
ટાઉન ડેવલપમેન્ટ ઓફીસર, સેન્ટ્રલ ઝોન, રમેશ દેસાઈએ જરાવ્યું હતું કે ઘણા કિસ્સામાં લોકોને ખબર નથી કે તેમની પ્રોપર્ટી વર્લ્ડ હેરીટેજ તરીકે નોંધાઈ છે. ખાલી પ્લોટના કિસ્સામાં, જયાં હેરીટેજ માળખું તોડી પાડવામાં આવ્યું છે. તેમાં જૂના બિલીંગ પ્લાન રેકોર્ડસ અને દસ્તાવેજોની પ્રાપ્યતાના અભાવે કાયદેસર પુન: બાંધકામ શકય નથી.
વર્લ્ડ હેરીટેજ સીટીમાં 2236 લિસ્ટેડ રહેણાંક મકાનો અને 449 સંસ્થાઓ છે.


Loading...
Advertisement