ધોની નિવૃતિનુ વિચારતો પણ નથી

20 July 2019 01:00 PM
Sports
  • ધોની નિવૃતિનુ વિચારતો પણ નથી

કાલે વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ માટે ટીમની પસંદગી :પૂર્વ કપ્તાનના ખાસ મિત્ર બીઝનેસ પાર્ટનર પાંડેની સ્પષ્ટ વાત

નવી દિલ્હી તા.20
ટીમ ઈન્ડીયાના પૂર્વ કેપ્ટન અને હાલ ટીમ ઈન્ડીયાના વિકેટકીપર કીપર મહેન્દ્રસિંઘ ધોની હાલ નિવૃતિનો કોઈ ઈરાદો ધરાવતો નથી ધોનીના લાંબા સમયના મિત્ર અને બીઝનેસ પાર્ટનર અરૂણ પાંડેએ એક મુલાકાતમાં આ સ્પષ્ટતા કરીને ધોનીની નિવૃતિ અંગે જે અટકળો ચાલે છે તેનો અંત લાવ્યો હતો
પાંડેએ કહ્યું જે રીતે ધોનીની નિવૃતિ અંગે સતત અટકળો ચાલી રહી છે તે ધોની જેવા ખેલાડી માટે કમનસીબ છે.આવતીકાલે જ વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડીયાની પંસદગી થવાની છે તે પૂર્વે ધોનીના બીઝનેસ પાર્ટનરની આ સ્પષ્ટતા મહત્વની છે.
માનવામાં આવે છે કે કાલે આ ટીમ જાહેર થયા બાદ ધોનીનાં ભવિષ્ય અંગે સંકત મળી રહેશે. સુત્રોના જણાવ્યા મુજબ કાલની બેઠક પૂર્વે પસંદગી સમિતિના ચેરમેન પણ ધોની સાથે વાતચીત કરશે પણ તેને વિન્ડીઝનાં પ્રવાસમાં સામેલ કરાય તેવી શકયતા નહીંવત છે. બીજી તરફ ધોની સાથે રમી ચુકેલા પૂર્વ ક્રિકેટર અને સિનિયર ખેલાડી ગૌતમ ગંભીરે હવે ટીમ ઈન્ડીયાએ ભવિષ્ય ભણી જોવુ જોઈએ તેવું કહી ધોનીની નિવૃતિની આડકતરી સલાહ આપી દીધી છે.


Loading...
Advertisement