વેસ્ટઈન્ડીઝ ટુરમાંથી હાર્દિકની બાદબાકી?

20 July 2019 12:58 PM
Sports
  • વેસ્ટઈન્ડીઝ ટુરમાંથી હાર્દિકની બાદબાકી?

નવી દિલ્હી: હાર્દિક પંડયા હવે વેસ્ટઈન્ડીઝ ટુર પર નહીં જાય એવી ચર્ચા ચાલી રહી છે. વેસ્ટઈન્ડીઝ ટુર માટે કોને પસંદ કરવામાં આવશે એવી ચર્ચા ચાલી રહી છે. વિરાટ કોહલીને આરામ આપવામાં આવશે એવી ચર્ચા ચાલી રહી હતી અને હવે તે તમામ મેચ રમશે એવી પણ ચર્ચા છે. મહેન્દ્રસિંહ ધોનીની પસંદગીને લઈને પણ અટકળો ચાલી રહી છે. આ તમામ વાતો વચ્ચે હાર્દિકને આરામ આપવામાં આવશે એવી ચર્ચા છે. સીલેકશન કમીટી પ્લેયરને પસંદ કરવા પહેલાં તેમની ફીટનેસ પર એક નજર કરશે. વર્લ્ડકપ દરમ્યાન હાર્દિકને પીઠની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાની ચર્ચા છે. આ કારણસર તેને આરામ આપવાની ચર્ચા જોરશોરમાં ચાલી રહી છે.


Loading...
Advertisement