મીડીયાને સેલીબ્રીટીઝના સંબંધો પરસ્પર સન્માન આપવાથી સફળ થાય છે: અક્ષય

20 July 2019 12:39 PM
Entertainment
  • મીડીયાને સેલીબ્રીટીઝના સંબંધો પરસ્પર સન્માન આપવાથી સફળ થાય છે: અક્ષય

અક્ષયકુમારનું કહેવું છે કે મીડીયા અને સેલીબ્રીટીઝનાં સંબંધો આપસમાં માન-સન્માન આપવાથી સફળ થાય છે. કંગના રનોટનો મીડીયા સાથે થયેલા વિવાદ બાદ અનેક સેલીબ્રીટીઝે પોતાનાં વિચાર વ્યક્ત કર્યા છે. અક્ષયકુમારે હાલમાં જ તેની ફીલ્મ ‘મીશન મંગલ’ના ટ્રેલરને લોન્ચ કર્યું છે. આ ઈવેન્ટમાં કંગનાની ક્ધટ્રોવર્સી વિશે પૂછતાં અક્ષયકુમારે કહ્યું હતું કે ‘વાસ્તવિકતાએ છે કે અમે સેલીબ્રીટીઝ મીડીયા સાથે અગત્યનાં સંબંધો ધરાવીએ છીએ. ખરાં અર્થમાં અમને તમારી જરૂર છે. કારણ કે તમારા માધ્યમથી જ અમે સામાન્ય લોકો સુધી પહોંચી શકીએ છીએ. તેમજ તમને પણ અમારી જરૂર છે. એથી આશા રાખું છું કે જે પણ સમસ્યા છે એનું વહેલાસર નિવારણ આવે.’


Loading...
Advertisement