બિહાર બાદ હવે રાજસ્થાનમાં પણ સુપર 30 બની ટેકસ ફ્રી

20 July 2019 12:35 PM
Entertainment
  • બિહાર  બાદ હવે રાજસ્થાનમાં પણ  સુપર 30 બની ટેકસ ફ્રી

75.85 આટલા કરોડ રૂપિયાને બિઝનેસ ‘સુપર 30’એ એક અઠવાડિયામાં કર્યો

‘સુપર 30’ને બિહારમાં ટેકસ ફ્રી કર્યા બાદ હવે રાજસ્થાનમાં પણ એને ટેકસ ફ્રી કરવામાં આવી છે. બિહારનાં પટણામાં રહેતાં આનંદકુમાર પોતાનાં ‘સુપર 30’ કાર્યક્રમ હેઠળ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ભણાવે છે. તતેમનાં જીવનને પડદાં પર સાકાર કરતાં હૃતિક રોશને આ ફીલ્મમાં તેમનું પાત્ર ભજવ્યુ છે. ફીલ્મને ટેકસ ફ્રી કરવાની જાહેરાત કરતા ટવીટર પર રાજસ્થાનનાં મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ટવીટ કર્યુ હતું કે ‘આનંદકુમારનાં જીવન પર આધારીત ‘સુપર 30’ વર્તમાન સમયમાં પ્રેરણા પુરી પાડતી ફીલ્મ છે. ઈચ્છાશક્તિ અને સમર્પણનું આ એક ઉતમ ઉદાહરણ છે કે તમામ પડકારોછતાં પણ એને માત આપીને સફળતા મેળવી શકાય છે. આવી ફીલ્મોથી આપણે પ્રેરણાં લેવી જોઈએ. આપણાં સમાજનાં યુવાઓને ‘એકિસલેન્સ ઈન એજયુકેશન’નું મૂલ્ય સમજાવું જોઈએ. હું જાહેરાત કરું છું કે રાજસ્થાન રાજયમાં આ ફીલ્મને ટેકસ ફ્રી કરવામાં આવે છે.’
ફીલ્મને ટેકસ ફ્રી કરવામાં આવતાં રાજસ્થાનનાં મુખ્યપ્રધાન અશોક ગેહલોતનો આભાર માનતાં ટવીટર પર આનંદકુમારે ટવીટ ર્ક્યું હતું કે ‘માનનીય મુખ્યપ્રધાન અશોક ગેહલોતજી. તમારો કૂબ આભાર કે તમે ‘સુપર 30’ને ટેકસ ફ્રી કરી છે. આ ફીલ્મ રિલીઝ થયા બાદ તમે મને પોન પર શુભેચ્છા આપી હતી.હવે તમે આ નિર્ણય લીધો એનાંથી રાજસ્થાનનાં વિદ્યાર્થીઓ અને ટીચર્સને આ ફીલ્મ જોવામાં મદદ મળશે અને એમાંથી તમને એક સ્ટ્રોન્ગ મેસેજ પણ મળશે.’


Loading...
Advertisement