કિપ્ટો કરન્સી પર કોઈ પ્રતિબંધ નથી

20 July 2019 12:32 PM
Business India
  • કિપ્ટો કરન્સી પર કોઈ પ્રતિબંધ નથી

લોકસભામાં સરકારે ડીજીટલ કરન્સી પર નીતિ સ્પષ્ટ કરી ; ફકત રીઝર્વ બેન્ક કે અન્ય એજન્સી તેને વર્તમાન કાનુન મુજબ નિયંત્રીત કરે છે

નવી દિલ્હી તા.20
કેન્દ્ર સરકારે લોકસભામાં સ્પષ્ટ કર્યું હતું કે દેશમાં બીટકોઈન કે કોઈપણ પ્રકારની કિપ્ટો કરન્સી પર પ્રતિબંધ નથી પણ આ ચલણ સાથે જે ઉંચુ જોખમ જોડાયેલુ છે તે જોતાં સરકાર ફકત તેને નિયંત્રીત કરવા માગે છે. દેશમાં એક તબકકે કિપ્ટો કરન્સીનાં વ્યાપક બનેલા ચલણ બાદ રીઝર્વ બેન્કે તેની સાથે જોડાયેલા ગ્રાહકો-રોકાણકારોના બેન્ક ખાતા મારફત આ કરન્સીની ખરીદ વેંચાણ પ્રતિબંધીત કરી છે જેના કારણે ડીજીટલ કરન્સીનું ચલણ લગભગ નહીંવત થયું છે તે વચ્ચે સરકારનો આ ખુલાસો મહત્વનો બની રહે છે. લોકસભામાં નાણા રાજયમંત્રી અનુરાગસિંઘ ઠાકુરે એક લેખીત જવાબમાં કહ્યું કે ક્રિપ્ટોકરન્સીને નિયંત્રીત કરવા માટે કોઈ અલગ કાનૂન નથી પણ રીઝર્વ બેન્ક એન્ફોર્સમેન્ટ વિભાગ અને અન્ય કાનૂની એજન્સીઓ પ્રવર્તમાન કાનૂન મુજબ જ તેની સામે કામ લઈ રહ્યા છે.
અને જો કોઈ કાનૂન ભંગ થતો હોય તો ફોજદારી ધારાની કલમ મુજબ જ તેમાં કામ લેવાય છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ક્રિપ્ટોકરન્સી પરના આડકતરા પ્રતિબંધ મુદે સર્વોચ્ચ અદાલતમાં પણ એક રીટ થઈ છે જેના પર હવે સુનાવણી થનાર છે. આ ઉપરાંત સરકારે એક મંત્રી જુથની સમીતી લાંબા સમય પુર્વે બનાવી છે જે પણ આ ડીજીટલ કરન્સી અંગે સરકારની વ્યુહરચના નિશ્ર્ચિત કરશે.


Loading...
Advertisement