મેડીકલ ડિવાઈસીસ પર નફાનો 30% ગાળો નકકી કરતી મોદી સરકાર

20 July 2019 12:31 PM
Education India
  • મેડીકલ ડિવાઈસીસ પર નફાનો 30% ગાળો નકકી કરતી મોદી સરકાર

નીતિ આયોગ ટ્રેડ માર્જીન વધુ ઈચ્છે છે

નવી દિલ્હી તા.20
પેસમેકર્સ, કેથેટર્સ જેવા આવશ્યક ડિવાઈસીસ દર્દીઓને સસ્તા ભાવે ઉપલબ્ધ બનાવવા નરેન્દ્ર મોદી સરકાર મેડીકલ ડિવાઈસીસ પર નફાનું 30% માર્જીન નકકી કરવા માંગે છે.
ઉત્પાદકો જે ભાવે ડિવાઈસીસ વિતરકોને વેચે અને દર્દીઓ પાસેથી વસુલાતી એમઆરપી વચ્ચેના તફાવતને ટ્રેડ માર્જીન કહેવામાં આવે છે.
સરકારની થિંક ટેંક નીતિ આયોગે જુદી જુદી સ્થિતિઓમાં 30%થી માંડી 85%નું ટ્રેડ માર્જીન નકકી કરતી દરખાસ્ત તૈયાર કરી છે.
દરખાસ્ત નેશનલ ફાર્માસ્યુટીકલ પ્રાઈસીંગ ઓથોરીટી (એનપીપીએ)ને મોકલવામાં આવી છે.
જો કે નીતિ આયોગે 30% ના બદલે 50% નફાનો ગાળો સૂચવ્યો છે.


Loading...
Advertisement