IL&FS રેટીંગ મેળવવા રેટીંગ એજન્સીઓના અધિકારીઓને ‘રાજી’ કર્યા હતા

20 July 2019 12:30 PM
India
  • IL&FS રેટીંગ મેળવવા રેટીંગ એજન્સીઓના અધિકારીઓને ‘રાજી’ કર્યા હતા

ફુટબોલ મેચની ટિકીટ, વિસા ખરીદવામાં મદદ, ફીટબીટ બેંડની ભેટ: ગ્રાન્ટ થોર્ટનની તપાસમાં ધડાકો ;કથળતી નાણાકીય હાલત ઢાંકવા ઉંચુ રેટીંગ મેળવવા કંપનીના કાવાદાવા

નવી દિલ્હી તા.20
નાણાકીય કટોકટીમાં ફસાયેલી આઈએલ એન્ડ એફએસ કંપનીએ પોતાનું રેટીંગ સુધારવા રેટીંગ એજન્સીઓના મોટા અધિકારીઓ અને સંચાલકોને તેમના પરિવારના સભ્યો સાથે રિઅલ મેડ્રીક ફૂટબોલ મેચની ટિકીટ અને લકઝરી વિલા માટે મોટી છૂટ,ફીટબીટ બેન્ડ જેવી કેટલીય ભેટ આપી હતી.
આઈએલએન્ડએફએસ ગોટાળા સાથે સંળાયેલી તપાસમાં આ વાત સામે આવી છે. હાલમાં આ તપાસ ચાલુ છે અને એ દરમિયાન બે રેટીંગ એજન્સીઓના બોર્ડ ઓફ ડીરેકટર્સએ તેમના મુખ્ય કાર્યરી અધીકારીઓ (સીઈઓ)ને લાંબી રજા પર મોકલી આપ્યા છે.
તપાસમાં ઉંચુ રેટીંગ મેળવવા આઈએલએન્ડએફએસના સંચાલનમાં સામેલ પુર્વ વરિષ્ઠ અધિકારીઓ દ્વારા રેટીંગ એજન્સીઓના મોટા માથાને કેટલીય જાતના પ્રલોભન આપવાના સંદીગ્ધ પ્રયાસોની માહિતી બહાર આવી છે. સરકાર દ્વારા નિયુક્ત આઈએલએન્ડએફએસના નવા સંચાલકોએ ગ્રાંટ થોર્ટનને કંપનીનું ફોરેન્સીક ઓડીટ સોંપ્યું હતું. આ તપાસમાં આઈએલએન્ડએફએસ પનીસમૂહ દ્વારા 90000 કરોડ રૂપિયાથી વધુની ચૂકવણીમાં નિષ્ફળ અગાઉના મેનેજમેન્ટ દ્વારા સંદીગ્ધપણે કોટા કામ કરાયાની જાણકારી મળી છે.
વચગાળાના ફોરેન્સી ઓડીટ રીપોર્ટમાં રેટીંગ એજન્સીઓની ભૂમિકા પર ચર્ચા કરવામાં આવી છે. ગ્રાંટ થોર્ટને એવા કેટલાક કિસ્સાઓનો ઉલ્લેખ કર્યો છે જેમાં કંપની મેનેજમેન્ટે રેટીંગ એજન્સી=ઓના અધિરીઓ અને તેમના પરિવારોને કેટલીય રીતે ભેટસોગાદ અને લાભ આપ્યા હતા.
આઈએલએન્ડએફએસ સમુહને રેટીંગ આપવામાં કેર, ઈકા, ઈન્ડીયા રેટીંગ અને બ્રિકવર્ક એજન્સીઓ મુખ્ય છે. તપાસમાં જણાવાયું છે કે આઈએલએન્ડએફએસ ફાઈનાન્સીયલ સર્વિસીસના પુર્વ મુખ્ય કાર્યરી રમેશ વાળાએ ફીચ રેટીંગ્સને દક્ષિણ અને દક્ષિણ એશિયાના સંસ્થાન પ્રમુખ અંબરિષ શ્રીવાસ્તવની પત્નીને એક વિલા ખરીદવા મદદ કરી ત્યારે છૂટ આપી હતી. બાબાએ યુનીટેક લીમીટેડના પ્રબંધ નિર્દેશક અજય ચંદ્રા સથે અંગતપણે સામેલ થઈ શ્રીવાસ્તવ અને તેના પત્નીને મામલો સુલઝાવવા જણાવ્યું હતું. શ્રીવાસ્તવની પત્નીને આ વિલાની ખરીદી પર મોડેથી ચુકવણી કરવા બદલ વ્યાજ ભરવાનો વારો આવ્યો હતો.
કંપનીના એક ઈમેઈલની તપાસમાં જણાયું છે કે બ્રિકવર્ક રેટીંગ્સના સંસ્થાપક અને ડીરેકટર ડી. રવિશંકરને અરુણા સાહાનો આભાર માન્યોહતો. સારા એ વકતે આઈએફઆઈએના જોઈન્ટ ડીરેકટર હતા. સાહાએ રવિશંકરને તેના પુત્ર સામે સ્પેનની મેડ્રીડ લબની ફુટબોલ મેચ જોવા ટિકીટ આપી હતી. અન્ય એક ઈમેલમાં સારા આઈએલએન્ડએફએસના મુખ્ય રિસ્ક અધિકારી સુજોય દાસને પ્રબંધ નિર્દેશક રાજેશ માટે તેમની પસંદગીનું ફીરબીટ બેંડ ખરીદવા જણાવી રહ્યા હતા.


Loading...
Advertisement