રાજીનામું આપનાર સિધ્ધુના મંત્રાલયની મહત્વની સરકારી ફાઈલો ગાયબ

20 July 2019 11:23 AM
India Politics
  • રાજીનામું આપનાર સિધ્ધુના મંત્રાલયની મહત્વની સરકારી ફાઈલો ગાયબ

ગુમ થયેલી ફાઈલો અનધિકૃત નિર્માણ સંબંધી

ચંદીગઢ તા.20
પંજાબ સરકારની કેબીનેટમાંથી હાલમાં જ રાજીનામું આપનાર નવજોતસિંહ સિધ્ધુના પુર્વ વિભાગમાંથી મહત્વપૂર્ણ ફાઈલ ગાયબ થઈ ગઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે આ મોટી ગરબડીમાં એક ફાઈલ 1144 કરોડ રૂપિયાના લુધીયાણા સીટી સેન્ટર ગોટાળા સાથે જોડાયેલી છે. તો લોકલ ગવર્નમેન્ટ ડિપાર્ટમેન્ટની બીજી ગાયબ ફાઈલોમાં લુધીયાણામાં કૃષિ ભુમિ પર અનધિકૃત નિર્માણ સંબંધીત છે.
ઉલ્લેખનીય છે કે વિજીલન્સ બ્યુરોએ અગાઉથી જ અમરિન્દરસિંહ તેમના પુત્ર રનિંદરસિંહ અને અન્યને લુધીયાણા સીટી સેન્ટર ગોટાળામાં કલીન ચીટ આપી છે. સિધ્ધુને 6 જુનના રોજ લોકલ ગવર્નમેન્ટ પર્યટન અને સંસ્કૃતિ મામલાના પોર્ટફોલીયોથી હટાવી દેવાયા હતા તેમને કેબીનેટ ફેરબદલમાં વીજળી અને નવ તેમજ નવીનીકરણ ઉર્જા સ્ત્રોત મંત્રાલય આપવામાં આવ્યુ હતું આ ફેરબદલ લોકસભા ચૂંટણીના પરિણામ બાદ કરવામાં આવ્યુ હતું.
જોકે ફેરબદલ બાદ અમરિન્દરસિંહ અને સિધ્ધુ વચ્ચે મતભેદ વધી ગયેલા અને સિધ્ધુએ 14 જુલાઈએ વીજળી અને નવ તેમજ નવીકરણ ઉર્જા સ્ત્રોત મંત્રાલયમાંથી રાજીનામું આપી દીધુ હતું. આ પોર્ટફોલીયોનો પ્રભાર તેમણે નહોતો સંભાળ્યો અલબત સિધ્ધુનાં રાજીનામાનો મુખ્યમંત્રીએ હજુ સ્વીકાર નથી કર્યો.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ગુમ ફાઈલોનો પતો મેળવવાનો પ્રયાસ ચાલુ છે. અમે સિધ્ધુનો સંપર્ક કરવાનો પ્રયાસ કરીએ છીએ તેને આ બારામાં જાણકારી હોઈ શકે છે.


Loading...
Advertisement