વડોદરા: પ્રોફેસરે વિદ્યાર્થિનીઓને બિભત્સ સવાલો પૂછતાં કોલેજ બાર વિદ્યાર્થિનીઓએ કર્યો હોબાળો,સમગ્ર અહેવાલ જાણવા અહી ક્લિક કરો......

20 July 2019 10:55 AM
Ahmedabad Crime Education Gujarat Saurashtra
  • વડોદરા: પ્રોફેસરે વિદ્યાર્થિનીઓને બિભત્સ સવાલો પૂછતાં કોલેજ બાર વિદ્યાર્થિનીઓએ કર્યો હોબાળો,સમગ્ર અહેવાલ જાણવા અહી ક્લિક કરો......

તેમણે વિદ્યાર્થિનીઓને પ્રેગનેન્સી અને વર્જિનિટી જેવી અન્ય બાબતો પર સવાલ પૂછ્યાં હતાં. લંપટ પ્રોફેસરે એમ પણ પૂછ્યું હતું કે, તારી ઉંચાઈ કોના પર ગઈ છે. તને કેવો બોયફ્રેન્ડ હોય તો ગમે?.

વડોદરા: વડોદરા મેડિકલ કોલેજના ફિઝીયોથેરાપિસ્ટ ડિપાર્ટમેન્ટમાં વાઈવા એક્ઝામમાં એક પ્રોફેસરે વિદ્યાર્થિનીઓને બિભત્સ સવાલ પૂછતાં કોલેજમાં હોબાળો મચી ગયો હતો જેના કારણે વિદ્યાર્થિનીઓ સહિત અન્ય સ્ટુન્ડ્સ વિરોધ કરી રહ્યા હતાં. વિદ્યાર્થિનીઓની ફરિયાદ પ્રમાણે, એસ.કે.નાગર નામના એક પ્રોફેસરે વાઈવા એક્ઝામમાં બિભત્સ સવાલો પૂછીને અમારાં મોબાઈલ નંબર પણ માગ્યા હતાં. આ સવાલો સાંભળીને અમને પણ શરમ આવતી હતી.

બિભત્સ સવાલ પૂછનાર પ્રોફેસરનો વિરોધ કરનારી વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું કે, 16 જુલાઈએ લેવામાં આવેલ વાઈવા એક્ઝામમાં પ્રોફેસર નાગરે જે ભણવામાં આવતું જ નથી તેવા સવાલો પૂછી લીધા હતાં. તેમણે વિદ્યાર્થિનીઓને પ્રેગનેન્સી અને વર્જિનિટી જેવી અન્ય બાબતો પર સવાલ પૂછ્યાં હતાં. લંપટ પ્રોફેસરે એમ પણ પૂછ્યું હતું કે, તારી ઉંચાઈ કોના પર ગઈ છે. તને કેવો બોયફ્રેન્ડ હોય તો ગમે?.

આ મુદ્દે વિદ્યાર્થિનીઓએ ઈન્ચાર્જ પ્રિન્સિપાલને ફરિયાદ કરી હતી. વિદ્યાર્થિનીઓના કહ્યાં પ્રમાણે, પ્રોફેસર નાગર વિદ્યાર્થીનીઓને પૂછ્યું હતું કે, તને ડ્રાઈવિંગ આવડે છે કે નહીં? ના આવડતું હોય તો હું શીખવાડું? તું સરસ દેખાય છે. તને કોઈ પ્રોબ્લેમ હોય તો મને પર્સનલી આવીને મળજે.

આ ઘટનાને પગલે કોલેજ સહિત સમગ્ર વડોદરામાં હોબાળો મચી ગયો છે. વિદ્યાર્થિનીઓ સાથે અણછાજતી હરકત કરનારા લંપટ પ્રોફેસર સામે કડક પગલાં લેવા માટેની ઉગ્ર માગ કરવામાં આવી રહી છે.


Loading...
Advertisement