સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 24 સેમીનો વધારો, સપાટી 121 મીટરને પાર

20 July 2019 10:35 AM
Gujarat Saurashtra
  • સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 24 સેમીનો વધારો, સપાટી 121 મીટરને પાર

ડેમમાં ઉપરવાસ માંથી 27159 ક્યુસેક પાણીની આવક થઇ છે ગઈકાલે ડેમની સપાટી 120.92 મીટર હતી. 24 કલાકમાં ડેમની સપાટીમાં 24 સેમીનો વધારો નોંધાયો છે.

નર્મદા: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને 121.18 મીટરે પહોંચી ગઇ છે. ડેમમાં ઉપરવાસ માંથી 27159 ક્યુસેક પાણીની આવક થઇ છે ગઈકાલે ડેમની સપાટી 120.92 મીટર હતી. 24 કલાકમાં ડેમની સપાટીમાં 24 સેમીનો વધારો નોંધાયો છે. હાલ ગુજરાતમાં સિંચાઇ માટે 9207 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 1320 એમસીએમ પાણીનો લાઇવ સ્ટોરેજ જથ્થો છે.

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતાં ગુજરાત તથા ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરેલી જાહેરાત મુજબ મુખ્ય કેનાલમાંથી પાણી સતત ખેડૂતો માટે છોડાય રહ્યું છે. સતત બે વર્ષ ચોમાસુ નબળું રહ્યા બાદ આ વર્ષે ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં સારો વરસાદ પડ્યો છે. જેના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. જેના કારણે ડેમની જળ સપાટી 121 મીટરને પાર કરી ગઈ છે. અને સરદાર સરોવરમાં પાણીનું લાઈવ સ્ટોરેજ 1400.98 મિલીયન ક્યુબીક મીટર જઇને પાછો આવ્યો છે.

નર્મદાનાં નીર માટે રાજકારણ
જ્યારે બીજી બાજુ નર્મદાના પાણીને કારણે મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકાર અને ગુજરાતની બીજેપી સરકાર આમને સામને આવી ગઈ છે. નર્મદાના નીરને લઈ રાજકારણ ગરમાઈ ગયું છે. બંને પક્ષ તરફથી આરોપ-પ્રતિ આરોપનો મારો શરૂ થઈ ગયો છે. મધ્ય પ્રદેશ દ્વારા નર્મદાનું પાણી અટકાવવાના નિવેદન પર જીતુ વાઘાણીએ કોંગ્રેસ સરકારને આડે હાથ લીધી હતી. જીતુ વાઘાણીએ જણાવ્યું કે, વિઘ્ન સંતોષી કોંગ્રેસ વિકાસમાં રોડા નાખે છે. ગુજરાત મધ્ય પ્રદેશની સરકારને માફ નહીં કરે. જીતુ વાઘાણીએ કહ્યું કે, જરૂરત પડશે તો, અમે મધ્ય પ્રદેશ સરકાર વિરુદ્ધ આંદોલન કરીશુ.


Loading...
Advertisement