આલિયા ભટ્ટનું ઘર અંદરથી કેવું શાનદાર લાગે છે? જોવું હોય તો કરો અહી એક ક્લિક....

19 July 2019 05:55 PM
Entertainment Video
  • આલિયા ભટ્ટનું ઘર અંદરથી કેવું શાનદાર લાગે છે? જોવું હોય તો કરો અહી એક ક્લિક....

આલિયા ભટ્ટે તાજેતરમાં પોતાની YouTube ચેનલ લોન્ચ કરી છે.

 

નવી દિલ્હી : આલિયા ભટ્ટે તાજેતરમાં પોતાની YouTube ચેનલ લોન્ચ કરી છે. આ ચેનલમાં તેણે પોતાનો ઘરનો વીડિયો પોસ્ટ કર્યો છે. આલિયાએ થોડા સમય પહેલાં જુહૂ ખાતે વૈભવી ફ્લેટ લીધો હતો અને હવે એનો અંદરનો વીડિયો પોસ્ટ કર્યો છે. તેણે "Moving Day Vlog" નામથી આ વીડિયો પોસ્ટ કર્યો છે.

DNAના રિપોર્ટ અનુસાર આલિયાના નવા ફ્લેટની કિંમત 13 કરોડ રૂપિયા છે. જુહૂમાં આવેલો આ ફ્લેટ 2300 સ્ક્વેરફૂટમાં ફેલાયેલો છે. આ ફ્લેટનું ડેકોરેશન તેની માતા સોની રાઝદાન અને બહેન શાહિને કર્યું છે અને તે આ ફ્લેટમાં તેની બહેન સાથે એકલી રહે છે. એક ફિલ્મ કરવાના આલિયા ચાર કરોડ રૂપિયા લે છે. આલિયાએ નાની ઉંમરે ત્રણ ફ્લેટ ખરીદી લીધા છે. ફ્લેટ્સની કિંમત 22 કરોડ રૂપિયા છે. આલિયાએ 2015માં પોતાની પ્રથમ પ્રોપર્ટી અનુપમ અને કિરણ ખેર પાસેથી 5.16 કરોડમાં ખરીદી હતી. આલિયાના બીજા ફ્લેટની કિંમત 3.83 કરોડ છે. આ ઉપરાંત આલિયા પાસે એકથી ચડિયાતી એક કાર છે.

આલિયા ભટ્ટે 2012માં કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યરથી કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર પછી રાઝી, ઉડતા પંજાબ, ડિયર ઝિંદગી અને ગલી બોય જેવી ફિલ્મોમાં જબરદસ્ત પરફોર્મન્સ આપીને તે છવાઈ ગઈ છે. નાની ઉંમરે મોટી સફળતા મેળવી ચૂકનાર આલિયા ભટ્ટની નેટવર્થ 28 કરોડ રૂપિયા કરતા વધારે છે.

 


Loading...
Advertisement