તળાજા શહેર-તાલુકામાં વીજચોરી ઝડપવા ચેકીંગ : 36 લાખના બિલ અપાયા

19 July 2019 03:50 PM
Bhavnagar
  • તળાજા શહેર-તાલુકામાં વીજચોરી ઝડપવા ચેકીંગ : 36 લાખના બિલ અપાયા

ભાવનગર, તા. 19
તળાજા શહેર અને તાલુકા માં જ્યાં વધુ વિજલોસ જોવા મળતો હતો તે વિસ્તાર અને ગામડાઓમાં આજે સૂર્યઉગતા ની સાથેજ આજે વિજચોરો પર હથિયાર ધારી એસ.આર.પી બંદોબસ્ત સાથે વીજ કંપનીની એકસઠ ટિમો ત્રાટકી હતી. ટીમોએ 36.14 લાખની વીજ ચોરી ઝડપાઇ હોવાનો દાવો કર્યો હતો.
વીજ કચેરીનાઅધિકારી સૈયદ ના જણાવ્યા પ્રમાણે વીજ કંપની દ્વારા આપવામાં જે વીજપુરવઠો આપવામાં આવે છે. તેને લઈ ક્યાં વિસ્તાર માં કેટલી વીજ ચોરી થાય છે તેની ખબર તળાજા થી લઈ વડોદરા ની કચેરી સુધી ખબર પડી જાય છે. આથી આજે વડોદરા કચેરી ્દવારા હથિયારધારી એસ.આર.પી બંદોબસ્ત સાથે સવારના સાતેક વાગ્યે તળાજા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં 61 ટુકડીઓ ત્રાટકી હતી.
તળાજાની મહુવા ચોકડી પરના કોમર્શિયલ અને પસ્વી,પાદરગઢ, શેલાવદર,ભદ્રાવળ સહિતના ગામડાઓમાં કોમર્શિયલ અને રહેણાંકી વિસ્તારમાં 663 સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવેલ. જેમાં 139 સ્થળો પરથી 36.14 લાખની વીજચોરી ઝડપાઇ હતી. આગામી દિવાસોમા જ્યાં વિજલોસ જણાશે ત્યાં ટિમો દ્વારા વિજચોરો પર તપાસ હાથ ધરવામાં આવશે.


Loading...
Advertisement