ભાવનગરના ગારીયાધાર ખાતેથી ઝડપાયેલ બનાવટી ચલણી નોટના ગુનામાં સંડોવાયેલો વધુ એક આરોપી ઝડપાયો

19 July 2019 03:16 PM
Bhavnagar
  • ભાવનગરના ગારીયાધાર ખાતેથી ઝડપાયેલ બનાવટી
ચલણી નોટના ગુનામાં સંડોવાયેલો વધુ એક આરોપી ઝડપાયો

અમદાવાદ ખાતે ઝડપાયેલા આરોપીના ઘેરથી છાપેલ બનાવટી ચલણી નોટોના કાગળો, કલર પ્રિન્ટર, કોમ્પ્યુટરનો કબ્જો કરતી ભાવનગર પોલીસ

(વિપુલ હિરાણી) ભાવનગર તા.19
આ બનાવની વિગત એવી છે કે, ગઇ કાલે ભાવનગર એલ.સી.બી./એસ.ઓ.જી. પોલીસે બાતમી આધારે એક આરોપી હસમુખભાઇ ગોરધનભાઇ ઝાલાવાડીયા રહેવાસી ગામ મોટા ચારોડીયા તા. ગારીયાધારવાળાને ગારીયાધાર સર્કિટ હાઉસ પાસેથી બનાવટી ભારતીય ચલણીની નોટો રૂપિયા 500 ના દરની નોટ 60 તથા 200 ના દરની નોટ 04 મળી કુલ રૂપિયા 30800/- ની સાથે ઝડપી પાડેલ હતો અને તેના વિરૂધ્ધમાં ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો.
આ કામે આગળની તપાસ એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ. એન.જી.જાડેજા ચલાવી રહ્યા હતા પકડાયેલ આરોપીએ પોલીસને હકિકત જણાવેલ હતી કે, તેની પાસેથી પકડાયેલ બનાવટી નોટો તેને ભુપતભાઇ મધુભાઇ કોટડીયા/પટેલ રહેવાસી અમદાવાદવાળાએ આપેલ છે જેથી એસ.ઓ.જી./એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ સાહેબની સુચનાથી એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ. એન.જી.જાડેજા ની માર્ગદર્શન હેઠળ એલ.સી.બી./એસ.ઓ.જી.ની એક ટીમ બનાવી ગઇ કાલ રાત્રે અમદાવાદ રવાના કરેલ અને વહેલી સવારે આરોપી ભુપતભાઇના ઘરે છાપો મારી આરોપી ભુપતભાઇ મધુભાઇ કોટડીયા ઉ.વ.37 રહેવાસી 13, સોમેશ્ર્વર સોસાયટી, નરોડા રોડ અમદાવાદવાળાનેતેના ઘરેથી દબોચી લેવામાં આવેલ હતો અને તેના ઘરની ઝડતી તપાસ કરતા ઘરમાંથી ભારતીય ચલણની જુદા-જુદા દરની છાપેલ ચલણી નોટો પેપર કટીંગ કરયા વગરના ઘણા કાગળો તથા કલર પ્રિન્ટર/સ્કેનર તથા કોમ્પ્યુટર સીસ્ટમ વિગેરે મુદ્દામાલ મળી આવતા કબ્જે કરી આરોપીને ભાવનગર લાવી ગુન્હાના કામે અટક કરવામાં આવેલ છે. આપ પોલીસને ગારીયાધારમાં ઝડપાયેલ બનાવટી નોટ પ્રકરણમાં મોટી સફળતા હાથ લાગેલ છે.
આ સમગ્ર કામગીરીને સફળ બનાવવામાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ ની રાહબરી નીચે એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ. એન.જી.જાડેજા ના માર્ગદર્શન હેઠળ તથા એસ.ઓ.જી.ના હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. ચંદ્રસિંહ વાળા, મહિપાલસિંહ ગોહિલ, બાવકુદાન ગઢવી તથા એલ.સી.બી.ના પોલીસ કોન્સ. ઇમ્તીયાઝભાઇ પઠાણ તથા વિઠ્ઠલભાઇ બારૈયા જોડાયા હતા.


Loading...
Advertisement