કાલે ગોંડલ એમ.બી. સરકારી આઈટીઆઈમાં એપ્રેન્ટીસ ભરતી મેળો

19 July 2019 03:13 PM
Gondal
  • કાલે ગોંડલ એમ.બી. સરકારી 
આઈટીઆઈમાં એપ્રેન્ટીસ ભરતી મેળો

ગોંડલ તા.19
ગોંડલ એમ.બી. સરકારી આઈટીઆઈ ખાતે આવતીકાલના રોજ નિયામક રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની એમ.બી. સરકારી આઈટીઆઈ ગોંડલ ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગોંડલ શહેરની આઈટીઆઈ કચેરી ખાતે યોજાનાર આ ભરતી મેળામાં રાજકોટ જીલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ ઔદ્યોગિક એકમો ઉપસ્થિત રહી એપ્રેન્ટીસ તાલીમમાં જોડાવા ઈચ્છતા યુવાનોને લાયકાત મુજબ મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ભરતી કરવાની કાર્યવાહી કરશે. આ એપ્રેન્ટીસ ભરતી મેળામાં આજુબાજુના વિસ્તારના ખાનગી ક્ષેત્રે એપ્રેન્ટીસ તાલીમમાં જોડાવા ઈચ્છતા મેટ્રીક, નોન મેટ્રીક, એસએસસી, એચએસસી, આઈટીઆઈ સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડયાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઈઝના ફોટા અને જરૂરી બાયોડેટા સાથે ગોંડલ એમ.બી. સરકારી આઈટીઆઈ ખાતે સવારે 9-30 કલાકે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.


Loading...
Advertisement