પોરબંદરમાં પરિણીતાની હત્યાના કેસની તપાસ એલસીબીને સોંપવા પિતાની રેન્જ આઇજીને રજૂઆત

19 July 2019 03:10 PM
Porbandar
  • પોરબંદરમાં પરિણીતાની હત્યાના કેસની તપાસ
એલસીબીને સોંપવા પિતાની રેન્જ આઇજીને રજૂઆત

પરિણીતાના સાસુ-સસરાને પોલીસ સ્ટેશનમાં વીઆઇપી ટ્રીટમેન્ટ અપાતી હોવાની પણ થઇ ફરિયાદ

ભાટીયા તા.19
પોરબંદર સ્થિત થયેલ વૈશાલી બેન ચોલેરા મર્ડર કેશ માં પોલીસ આરોપીઓ ને છાવરતી હોવાની મૃતક ની માતા ની રાવ ,સ્થાનિક પોલીસ ને બદલે એલ.સી.બી ને કેશ સોંપવા રેંજ આઈ.જી સુભાષ ત્રિવેદી સહિત ના ઓ ને લેખિત આવેદન અપાયું.
પોરબંદર માં વૈશાલી બેન ચોલેરા મર્ડર કેશ માં સ્થાનિક પોલીસ આરોપીઓ ને છાવરતી હોય ને કેશ ના મૂળ માં જવા ને બદલે સ્થાનિક પોલીસ આરોપીઓ ઢાંક પીછોડા કરતી હોવાની હોવાની રાવ મૃતક ના માવતર પક્ષ દ્વારા ઉઠવા પામી છે છે ને આ અંગે મૃતક ના માતા લતાબેન દ્વારા રેંજ આઈ.જી સુભાષ ત્રિવેદી ,ડી.જી ઓફીસ-ગાંધીનગર ,ડી,વાય.એસ,પી ઓફીસ -પોરબંદર,જીલ્લા અને સેસન જજ સાહેબ ,ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ સહીત ના ઓ ને લેખિત માં પોતાની મૃતક પુત્રી ની તપાસ માં પોલીસ ની આરોપીઓ ને છાવરતી હોવાનો આક્ષેપ કર્યો છે ને સ્થાનિક પોલીસ આ કેસ ને નબળો પડવાની કોશિષ કરતી હોવા ની પ્રબળ સંકા જણાતી હોય સ્તાહની પોલીસ કેસ ને નબળો પાડે તે પહેલા આ કેશ એલ.સી.બી. અથવા સ્પેશ્યલ બ્રાંચ દ્વારા કરાવી ન્યાય અપાવવા અનુરોધ કર્યો છે.
વૈશાલી બેન ના પિતા ભગવાનજીભાઈ દ્વારા પોતાની પુત્રી ના મોત માં પતિ પંકજ,સસરા રાજુભાઈ,સાસુ કામિની બેન,તેમજ નણંદ પૂજા બેન નો હાથ છે તેવું સ્પષ્ટ કેસ મા તેઓ દ્વારા જણાવેલ છે હાલ પોલીસ હત્યારા પતિ પંકજ ને કોર્ટ દ્વારા એક દિવસ ના રિમાન્ડ મંજુર કરેલ છે , તેમજ સાથી દારો માં નણંદ પૂજા હાલ ક્યાં છે તે કોઈ ને જાણ નથી તેમજ આ હત્યા મા પહેલે થી જ ગોળગોળ વાતો કરી ને મુર્ખ બનાવનાર મૃતક ના સાસુ સસરાહાલ કમલાબાગ પોલીસ સ્ટેસન માં માત્ર નજર કેદ માં જ રાખી પોલીસ આગતા સ્વાગતા કરી મહેમાન ગતિ રહી હોય તેવું લાગી રહ્યું છે.


Loading...
Advertisement