બોટાદ નગર પાલિકા દ્વારા માઇક્રોવેવ કોમ્પ્યુટર કલાસીસમાં મહિલાઓને કાયદાકીય માહિતી અપાઇ

19 July 2019 03:00 PM
Botad
  • બોટાદ નગર પાલિકા દ્વારા માઇક્રોવેવ કોમ્પ્યુટર કલાસીસમાં મહિલાઓને કાયદાકીય માહિતી અપાઇ

બોટાદ તા.19
બોટાદ નગર પાલિકા દ્વારા સંચાલીત માઇક્રોવેવ કમ્પ્યુટર કલાસીસમાં પંજવાણી કાંટે .તાલીમાર્થી બહેનો માટે કાયદાકીય માહિતી અને જાગૃતીનું આયોજન કરવામાં આવેલ .જેમાં પોલીસ બેઈઝડ સ્પોર્ટ્સ સેન્ટરના કાઉન્સેલર રિંકલબેન મકવાણા દ્વારા ઘરેલું હિંસા ,ભરણ પોષણ,કલમ નં 498, હેલ્પ લાઈન 112 વિશે ,તેમજ જાતીય સતામણી વિશે માહિતી આપવામાં આવી.તેમજ નારી અદાલતના રાણપુર તાલુકા કો-ઓર્ડિનેટર ચંદ્રીકાબેન મકવાણા દ્વારા નારી સુરક્ષા વિશે માહિતી આપવામાં આવી. બોટાદ તાલુકા કો- ઓડીનેટર ઈલાબેન રાવલ દ્વારા યોજનાકીય માહિતી આપવામાં આવી, બાળ સુરક્ષા ના સામાજીક કાર્યકર રમાબેન .એસ.સોલંકી દ્વારા બાળલગ્ન વિશે તથા ઓઆરડબલ્યુ પ્રણવભાઈ જોશી દ્વારા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા ની યોજનાઓની માહિતી આપવામાં આવી,તેમજ આ કાર્યક્રમમાં આયોજક અને પ્રોગ્રામ મેંનેજર સંજયભાઈ એમ.વસાણી સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સહયોંગ આપેલ.


Loading...
Advertisement