ગોંડલ સરકારી હોસ્પિટલનાં મેટરનીટી અને નર્સિંગ સ્ટાફના ધરણા : પ્રશ્ન ઉકેલવા માંગ

19 July 2019 02:51 PM
Gondal
  • ગોંડલ સરકારી હોસ્પિટલનાં મેટરનીટી અને નર્સિંગ સ્ટાફના ધરણા : પ્રશ્ન ઉકેલવા માંગ

વર્ષોથી પડતર માંગણીઓ નહિ ઉકેલાતા ધરણાનો કાર્યક્રમ

ગોંડલ, તા. 19
ગોંડલ સરકારી દવાખાનામાં ફરજ બજાવતા મેટરિંગ તેમજ નર્સિંગ સ્ટાફ દ્વારા અગિયાર જેટલા પડતર પ્રશ્નોની માંગને લઈ એકદિવસીય ધરણાં ધરવામાં આવ્યા હતા. દર્દીઓને કોઈ તકલીફના પડે તેની તકેદારી રખાઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ સરકારી દવાખાને મેટરીંગ તેમજ નર્સિંગની ફરજ બજાવતા 52 જેટલા કર્મચારીઓની પડતર માંગણીઓને લઈ મેટરન પીએચ જાદવ તથા હેડ નર્સ વંદનાબેન ચૌધરીની આગેવાનીમાં કેન્દ્ર સરકારના ધારાધોરણ મુજબ પગારધોરણ તથા ભથ્થાઓ, બેઝિક બીએસસી નર્સિંગ વિદ્યાર્થીઓને તેની ઈન્ટરશિપ દરમિયાન સ્ટાઇપેન્ડ ની મંજૂરી, કોન્ટ્રાક્ટ તથા આઉટસોર્સિંગ પ્રથા સંપૂર્ણપણે બંધ કરવી, સેપરેટ ડિરેક્ટોરેટ ઓફ નર્સિંગ ને મંજૂરી, નર્સિંસના કેન્દ્રમાં બદલાયેલા નોમેન ક્લેચર ને રાજ્યમાં મંજૂરી, નર્સ તથા દર્દીના રેશિયા મુજબ તમામ હોસ્પિટલમાં મહેકમની મંજૂરી સહિતની વિવિધ માંગો ને લઈ એક દિવસીય ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જો ઉપરોકત માંગો નું તાકીદે નિરાકરણ કરવામાં નહીં આવે તો આગામી તારીખ 25 ના ફરી ધરણા યોજવામાં આવશે તેવું અંતમાં જણાવાયું હતું.
"સૌના માટે આવાસ" યોજનાના સહાય હપ્તા મંજૂર કરવા માંગ
ગોંડલના ધારાશાસ્ત્રી અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ કમિટિના જનરલ સેક્રેટરી જયસુખભાઈ પારઘીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી માંગ કરી હતી કે રાજ્ય અને કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે પ્રધાનમંત્રી આવાસ યોજના સૌના માટે આવાસ હાઉસિંગ ફોર મિશન ચાલુ કરાયું છે, આ યોજનામાં ગોંડલ શહેર વિસ્તારમાંથી એક વર્ષ પહેલા લોકોએ ફોર્મ ભર્યા છે, જેમાંથી અમુક મંજૂર પણ થયા છે અને પ્રથમ હપ્તો પણ આવ્યો છે, લાભાર્થી દ્વારા પોતાનું જૂનું મકાન પાડીને નવા મકાન બાંધવાની શરૂઆત પણ કરાઈ છે અને પ્લોટો હોય તો મંજૂર થયા પછી કામગીરી ચાલુ કરેલ છે, પરંતુ આ યોજનાનો લાભ લેનાર મોટાભાગે ગરીબ અને શ્રમિક વર્ગના હોય યોજનાના બીજા હપ્તાઓ ન મળતા આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને ઘરના ઘરનું સ્વપ્ન રોળાઈ રહ્યું છે, તો તાકીદે યોગ્ય પગલા લેવા અંતમાં માંગ કરી હતી.
ભોજપરા ગામે ગ્રામ
પંચાયતનું લોકાર્પણ
ગોંડલના ભોજપરા ગામે નવનિર્મિત ગ્રામ પંચાયતનું લોકાર્પણ આગામી તારીખ 22 સોમવારના
સવારે 10:30 કલાકે ધારાસભ્ય ગીતાબા જાડેજા ના હસ્તે કરવામાં આવનાર છે, આ તકે સાંસદ રમેશભાઈ ધડુક તાલુકા પંચાયત પ્રમુખ ઇલાબેન ડોબરીયા, ટીડીઓ બીઆર બગથરીયા, મામલતદાર બી જે ચુડાસમા સહિતનાઓ હાજર રહેનાર છે, આ કાર્યને સફળ બનાવવા સરપંચ વિપુલભાઈ પરમાર સહિતના સદસ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
માનવતા દાખવતા રાજેન્દ્રભાઇ સોલંકી...
ગોંડલ : અત્રે ના સહજાનંદ નગર માં રહેતા અને શાપર માં નોકરી કરતા રાજેન્દ્રભાઇ પ્રભુદાસભાઇ સોલંકી ગોંડલ ના કપુરીયા ચોક વિસ્તાર માંથી રોકડ રકમ અને સોના ની વીટી,
પેન્ડલ સહીત ના દાગીના સાથે એક બેગ મળી હતી. 15000 રોકડ અને સોનાની આઈટમ મળી 65000 નો મુદામાલ જે મૂળ મલિક ભીખાભાઇ ભલાભાઈ ગોલતર નો સંપર્ક કરીને પરત આપી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પડેલ હતું.


Loading...
Advertisement