તળાજાના કોટીયા ગામે નિલગાયનો શિકાર : જામગરી બંદૂક મળતા પોલીસ ચોંકી

19 July 2019 02:41 PM
Bhavnagar
  • તળાજાના કોટીયા ગામે નિલગાયનો
શિકાર : જામગરી બંદૂક મળતા પોલીસ ચોંકી

ભાવનગર તા.19
તળાજા વિસ્તરમાં નીલગાય મોટી સંખ્યામાં જોવા મળે છે.આથી તેનો વારંવાર શિકાર પણ થાય છે.જેમાં બે દિવસ પહેલા કોદીયા ગામે નીલગાય નો શિકાર થયાની બાતમી મળતા તળાજા વન વિભાગે હાથ ધરેલ તપાસમાં બાવળ ના જંગલ માંથી એક જામગરી બંદૂક મળી આવતા અજાણ્યા ઈસમ વિરુદ્ધ શિકાર કરવો અને દેશી બંદૂક રાખવા ના ગુણ સબબ ફોરેસ્ટ અને દાઠા પોલીસ એમ બે અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવી છે.દાઠા પોલીસ મથક માં તળાજા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમ.કે. મકવાણા એ અજાણ્યા ઈસમ વિરુદ્ધ નોંધાવલે ફરિયાદ માં કોદીયા ગામની સીમમાં બગડ ડેમ ના કિનારે ગૌચર વિસ્તારમાં ગત.તા 14/7 ના રોજ નીલગાય નો શિકાર કરવામાં આવેલ. અજાણ્યા ઇસમે નીલગાય નો શિકાર કર્યાનું જાણમાં આવતા હાથ ધરેલ તપાસ માં બાવળ વચ્ચે છુપાવેલ જામગરી બંદૂક પણ મળી આવેલ. જેને લઈ તળાજા વન વિભાગે નીલગાય નો શિકાર કરવા બદલ વન વિભાગ માં અને જામગરી બંદૂક મળી આવેલ હોય દાઠા પોલીસ મથક માં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement