આતંકની ખેતી કરનાર પાક.માં ઘઉંનો પાક ઓછો થતા રોટીના સાસા

19 July 2019 12:35 PM
World
  • આતંકની ખેતી કરનાર પાક.માં ઘઉંનો પાક ઓછો થતા રોટીના સાસા

જેવું વાવે તેવું લણે : ઈમરાન સરકારે ઘઉંની નિકાસ પર રોક લગાવી

ઈસ્લામાબાદ તા.19
આતંકવાદીઓની ખેતી કરનાર પાકીસ્તાનને ઘઉંનો પાક ઓછો થતા આમ જનતાને રોટીના વાંધા પડયા છે, જેના કારણે પાકીસ્તાને ઘઉં અને લોટની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ ઉપરાંત પાકીસ્તાને સંગ્રહખોરી સામે અભિયાન ચલાવવાના નિર્ણય કર્યો છે.
પાકિસ્તાનમાં આ વર્ષે ઘઉંનું ઉત્પાદન ગત વર્ષની તુલનામાં ઓછું થયું છે.
જેના પરિણામે લોટનું ઉત્પાદન ગત વર્ષની તુલનામાં 33 ટકા ઓછું થયું છે. હાલ પાકિસ્તાનના મોટાભાગના ભાગોમાં માત્ર એક રોટીની કિંમત 20થી30 રૂપિયા થઈ ગઈ છે. આ સમસ્યાને નિવારવા ઘઉં અને લોટની નિકાસ પર પ્રતિબંધનો નિર્ણય ઈમરાન કેબીનેટની ઈકોનોમીક કો ઓર્ડીનેશન કમીટી (ઈસીસી)ની બુધવારે મળેલી બેઠકમાં લેવાયો છે.


Loading...
Advertisement