‘બાલવીર’ના બાળ કલાકાર શિવલેખ સિંહનું રોડ અકસ્માતમાં મોત

19 July 2019 12:33 PM
Entertainment
  • ‘બાલવીર’ના બાળ કલાકાર  શિવલેખ સિંહનું રોડ અકસ્માતમાં મોત

શિવલેખસિંહે ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાજ, સંકટમોચન સસુરાલ સિમર કા, ખીડકી, બાલવીર અને અકબર બીરબલ જેવી અનેક સિરીયલોમાં કામ કર્યુ છે

મુંબઇ તા.19
બાલવીર સિરીયલનો બાળ કલાકાર શિવલેખસિંહનું રોડ અકસ્માતમાં મૃત્યુ થતા ચાઇલ્ડ આર્ટિસ્ટ શિવલેખના ફેન્સમાં શોકની લાગણી પ્રસરી રહી છે. રોડ પર અકસ્માત થતા શિવલેખસિંહનું મૃત્યુ થયું છે. જયારે તેના માતા-પિતા ગંભીર રીતે ઘવાયા છે.
આ અકસ્માત છતીસગઢની રાજધાની રાયપુર પાસે સર્જાયો હતો. શિવલેખ પોતાના પરિવાર સાથે કારમાં જઇ રહ્યા હતા. ત્યારે સામેથી અચાનક ટ્રક સાથે તેમની કાર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં શિવલેખનું મૃત્યુ થયું છે. જયારે તેમની સાથે તેમની માતા લેખનાસિંહ અને પિતા શિવેન્દ્રસિંહ ગંભીર રીતે ઘવાયા છે. રાયપુરના સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ આરીફ શેખએ જણાવ્યું હતું કે આ અકસ્માત ગુરૂવારના રોજ 3 વાગ્યે રાયપુરના ઘરસીવા ખાતે સર્જાયો હતો. જેમાં શિવલેખનું કરૂણ મોત નિપજયું છે. જયારે અન્ય લોકો ગંભીર રીતે ઘવાયા છે. જેની સારવાર ચાલી રહી છે. શિવલેખસિંહ ઝીટીવીના ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાજ, સોનીના સંકટ મોચન હનુમાન, કલર્સ ટીવીના સસુરાલ સિમર, સબ ટીવીના ખીડકી, બાલવીર, શ્રીમાનજી, શ્રીમતીજી, બીગ મૌજીકના અકબર બીરબલમાં કામ કર્યુ છે. શિવલેખને એકટીંગ ખૂબ જ પસંદ હતી. અને ભવિષ્યમાં તેને મોટા પડદા પર આવવાની ઇચ્છા હતી. આ ઉપરાંત શિવલેખને સ્વીમીંગ, સ્કેટીંગ, ટેબલ ટેનીસ અને ક્રિકેટમાં પણ રૂચિ હતી.


Loading...
Advertisement