વોટસએપમાં આપ કોની સાથે સૌથી વધુ ચેટ કરો છો? કહી દેશે આ એપ

19 July 2019 12:30 PM
Technology
  • વોટસએપમાં આપ કોની સાથે સૌથી વધુ ચેટ કરો છો? કહી દેશે આ એપ

બિનજરૂરી ફાઈલથી બચવા ઉપયોગી છે આ એપ

નવી દિલ્હી તા.19
વોટસએપ આખી દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મેસેજીંગ એપ છે, જેમાં એક કરોડથી વધારે લોકો પોતાના રોજીંદા જીવનમાં તેનો ઉપયોગ કરે છે. પરંતુ શું આપે કયારેય વિચાર્યું છે કે એવું કોણ છે, જેની સાથે આપણે સૌથી વધારે ચેટ કરીએ છીએ કે મીડીયા ફાઈલ શેર કરીએ છીએ? અથવા એ કયું ગ્રુપ છે જેમાં આપ સૌથી વધુ ઈન્વોલ્વ રહો છો, તો આવો આ બાબતે વિગતે જાણીએ. સૌ પહેલા તો સૌ પ્રથમ આપનું વોટસએપ ખોલો, વોટસએપ ખોલવા પર સૌથી ઉપર ત્રણ ડોટ દેખાશે, હવે સેટીંગમાં જાઓ, જો આપ આઈફોન યુઝર છો તો હોમ પેજ પર નીચેની બાજુ સેટીંગનાં ઓપ્શન પર ડબલ ટેપ કરી સીધા સેટીંગમાં પહોંચી શકો છો. અહીં ડેટા અને સ્ટોરેજ યુસેઝના ઓપ્શન પર જાઓ. હવે સ્ટોરેજ યુસેઝ પર ટેપ કરો.
અહીં આપને એ ગ્રુપ અને કોન્ટેકટસની લિસ્ટ મળશે.
જે ચેટ પર ડેટા યુસેઝના આધાર પર રેન્કીંગમાં રહેશે. અહીં આપ જોઈ શકો છો કે આપે કયા ગ્રુપ કે ઈન્ડીવિઝયુઅલ સાથે સૌથી વધુ મીડીયા શેર કર્યું છે અથવા મેસેજ કર્યો છે. આ ઓપ્શનનો વધુ એક ફાયદા છે. જીહા, અહીં આપ એ પણ જાણી શકકો છો કે કયું ગ્રુપ કારણ વિનાના ડેટા યુઝ કરી રહ્યા છે. આપ બિનજરૂરી ફાઈલથી બચવા માટે આપ સેટીંગમાં જઈને ઓટોમેટીક ડાઉનલોડને ટર્ન ઓફ કરી શકો છો.


Loading...
Advertisement