હું લોકોની સેવક છુ, વધારે સુરક્ષા જરૂર નથી: સુરક્ષા ઘટાડવા યોગીને પ્રિયંકાનો પત્ર

19 July 2019 12:26 PM
India Politics
  • હું લોકોની સેવક છુ, વધારે સુરક્ષા જરૂર નથી:  સુરક્ષા ઘટાડવા યોગીને પ્રિયંકાનો પત્ર

લોકોને અગવડ ન પડે તે માટે પ્રિયંકા ગાંધીનો પોતાની સુરક્ષા અંગે યોગીને પત્ર

લખનૌ તા.19
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથને અનુરોધ કર્યો છે કે તેની રાજયની યાત્રા દરમિયાન લોકોની સુવિધા માટે ઓછામાં ઓછી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે.
પ્રિયંકાએ વધુમાં જણાવ્યું હતું કે હું લોકોની સેવક છું એટલે મારા કારરે કોઈને અસુવિધા ન થવી જોઈએ. પ્રિયંકાએ પોતાની મા સોનિયા ગાંધીની જુનમાં રાયબરેલીની યાત્રાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે તેમના કાફલામાં 22 વાહન હતા જેથી લોકોને અગવડ પડી હતી. તેમણે જણાવ્યું હતું કે દિલ્હી અને અન્ય રાજયોમાં આ પ્રકારની કોઈ મુશ્કેલી નથી થતી. કારણ કે એક સુરક્ષા વાહન તેની સાથે ચાલે છે. ઉત્તરપ્રદેશના સંભલ અને સોનભદ્રા જિલ્લામાં થયેલી વારદાત બાદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સીએમ યોગી પર વાક પ્રહારો કર્યા હતા.


Loading...
Advertisement