સૌરાષ્ટ્ર ગુજરાત સહિત કેટલાક જિલ્લાઓમાં પડ્યો વરસાદ; ક્યાં કેવો પડ્યો વરસાદ? જાણો વિગતો...

19 July 2019 10:08 AM
Ahmedabad Gujarat Saurashtra
  •  સૌરાષ્ટ્ર ગુજરાત સહિત કેટલાક જિલ્લાઓમાં પડ્યો વરસાદ; ક્યાં કેવો પડ્યો વરસાદ? જાણો વિગતો...

સૌરાષ્ટ્રના અમરેલી-જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં સવારથી ધીમીધારે વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીની લાગણી ફરી વળી હતી. આ સાથે મહીસાગર અને દાહોદમાં પણ આજે સવારે વરસાદ પડ્યો હતો.

અમદાવાદઃ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતને બાદ કરતાં વરસાદ છેલ્લા ઘણાં સમયથી હાથતાળી આપી રહ્યો છે. વાયુ વાવાઝોડાની અસર પછી વરસાદ પડતાં ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ખેડૂતોએ વાવેતર કરી દીધું હતું. જોકે, આ પછી વરસાદ નહીં આવતાં પાક સૂકાવો લાગ્યો છે. જેને કારણે ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. ત્યારે આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીની લાગણી ફરી વળી છે.
Image result for saurashtra gujarat rainfall
આજે સૌરાષ્ટ્રના જૂનાગઢ અને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. અમરેલીની વાત કરીએ તો બગસરા શહેર તેમજ રફાળા ગામમાં સવારે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જ્યારે જુનાગઢ શહેરમાં પણ રાતે અને સવારે વરસાદી ઝાપટું પડ્યું હતું. Image result for saurashtra gujarat rainfallઆ ઉપરાંત રાજકોટના ગોંડલમાં પણ વહેલી સવારે વરસાદી ઝાપટું પડ્યું હતું. હાલ, સોમનાથમાં પણ ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં લોકોમાં ખુશીની લાગણી ફરી વળી છે.
Image result for saurashtra gujarat rainfall
મધ્ય ગુજરાતની વાત કરીએ તો આજે મહીસાગર જિલ્લાના અનેક તાલુકાઓમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. જેને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી ફરી વળી હતી. મહીસાગરના લુણાવાડા , ખાનપુર સંતરામપુર, કડાણા, બાલાસિનોર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. આ સાથે જ દાહોદમાં પણ વરસાદ પડ્યો હતો. ગઈ કાલે રાતની વાત કરીએ તો અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું.
Related image
આ ઉપરાંત આજે સવારે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડ્યો હતો. વલસાડ અને વાપીમાં આજે વરસાદી ઝાપટું પડ્યું હતું. વાપી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. Related imageસોમનાથમાં વરસાદ શરૂ થતાં લોકો વરસાદમાં ન્હાતા નજરે પડ્યા હતા.


Loading...
Advertisement