ભારત અને વિન્ડીઝ પ્રવાસનો કાર્યક્રમ: ક્રિકેટ રસિકોએ કરવા પડશે ઉજાગરા, જાણો કેમ.....

19 July 2019 08:22 AM
Sports
  • ભારત અને વિન્ડીઝ પ્રવાસનો કાર્યક્રમ: ક્રિકેટ રસિકોએ કરવા પડશે ઉજાગરા, જાણો કેમ.....

વર્લ્ડ કપ પછી ભારતીય ટીમ સૌ પ્રથમ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે જશે

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં સેમિ ફાઇનલમાં મળેલા પરાજયના દુખને ભુલાવી નવા પ્રવાસ માટે તૈયાર થઈ રહી છે. વર્લ્ડ કપ પછી ભારતીય ટીમ સૌ પ્રથમ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે જશે. ભારતનો વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ 3 ઓગસ્ટથી શરુ થઈ રહ્યો છે. પ્રવાસમાં ટીમ ઇન્ડિયા સૌ પહેલા ટી-20 મેચોની શ્રેણી રમશે. આ પછી 3 વન-ડે અને 2 ટેસ્ટ મેચ રમશે.

ક્રિકેટ રસિકોએ કરવા પડશે ઉજાગરા
ભારત અને વેસ્ટ ઇન્ડીઝની મેચ જોવા માંગતા ક્રિકેટ પ્રેમીઓએ ઉજાગરા કરવાની સ્થિતિ આવશે. ત્રણ ટી-20 મેચમાં તો પ્રશંસકોને વાંધો આવશે નહીં પણ વન-ડે શ્રેણીથી ઉજાગરા કરવા પડશે. વન-ડે મેચ સાંજે 7 કલાકેથી શરુ થઈ રહી છે. જેથી મેચ પુરી થતા-થતા સવારના ત્રણ વાગી જશે. ટેસ્ટમાં પણ આવી જ સ્થિતિ રહેશે. ટેસ્ટ મેચ પણ સાંજે 7 કલાકેથી શરુ થઈ રહી છે.

ભારત-વેસ્ટ ઇન્ડીઝનો કાર્યક્રમ
3 ઓગસ્ટ- પ્રથમ ટી-20- રાત્રે 8.00 કલાકે
4 ઓગસ્ટ - બીજી ટી-20- રાત્રે 8.00 કલાકે
6 ઓગસ્ટ - ત્રીજી ટી-20 - રાત્રે 8.00 કલાકે
8 ઓગસ્ટ- પ્રથમ વન-ડે - સાંજે 7.00 કલાકે
11 ઓગસ્ટ - બીજી વન-ડે - સાંજે 7.00 કલાકે
14 ઓગસ્ટ - ત્રીજી વન-ડે - સાંજે 7.00 કલાકે
22 થી 26 ઓગસ્ટ- પ્રથમ ટેસ્ટ - સાંજે 7.00 કલાકે
30 ઓગસ્ટ થી 3 સપ્ટેમ્બર - બીજી ટેસ્ટ - સાંજે 7.00 કલાકે

 


Loading...
Advertisement