શું હવે કારમાં પણ હેલમેટ પહેરવી પડશે? કારચાલકને હેલમેટ ન પહેરવાનો દંડ!

18 July 2019 06:14 PM
Rajkot Saurashtra
  • શું  હવે કારમાં પણ હેલમેટ પહેરવી પડશે? કારચાલકને હેલમેટ ન પહેરવાનો દંડ!

શું કહે છે એસીપી ટ્રાફીક

રાજકોટ તા.18
શહેરમાં ટ્રાફીક નિયમના ભંગ સબબ પોલીસ દ્વારા ઉઘરાવવામાં આવતા દંડને લઇ શહેરીજનોમાં અસંતોષનો શણગાર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઇ-મેમો દ્વારા કરવામાં આવતા દંડને લઇ કેટલાક કિસ્સાઓમાં એકના બદલે બીજાને દંડ કરવામાં આવ્યો હોઇ તેવી ફરિયાદો સામે આવી છે. ત્યારે આવી વધુ એક ફરિયાદ સામે આવી છે.


શહેરના નાણાવટી ચોક પાસેથી કાર લઇ પસાર થયેલા કાર નં. જીજે 3 એચઆર 1549ના ચાલકને ઘરે ઇ-મેમો આવ્યો હતો. તેમણે આ ઇ-મેમોનું કારણ જોતા તેઓ ચોંકી ઉઠયા હતા. કારણ તેમને આ ઇમેમો સીટ બેલ્ટ ન બાંધવા બદલ કે અન્ય કોઇ ટ્રાફીક નિયમના ભંગ માટે આપવામાં આવ્યો ન હતો. પરંતુ આ ઇ-મેમો હેલમેટ ન પહેરવા માટે ફટકારવામાં આવ્યો હતો અને હેલમેટના નિયમ ભંગ બદલ રૂા.1000નો દંડ કરવામાં આવ્યો હતો. જેથી કારચાલક મૂંઝવપભરી સ્થિતિમાં મુકાઇ ગયા હતા. કારચાલકને હેલમેટ ન પહેરવા અંગે ઇ-મેમો મળ્યાના મેસેજ સવારથી જ સોશ્યલ મીડિયામાં વાઇરલ થતા હવે કારમાં પણ હેલમેટ પહેરવુ પડશે તેવા પ્રશ્ર્નો ઉઠયા છે.


Loading...
Advertisement