બોટાદ જીલ્લા હોમગાર્ડસ દ્વારા મરણોતર સહાય ચેક વિતરણ

18 July 2019 02:53 PM
Botad
  • બોટાદ જીલ્લા હોમગાર્ડસ દ્વારા
મરણોતર સહાય ચેક વિતરણ

(દિનેશ બગડીયા) બોટાદ તા.18
કમાન્ડન્ટ જનરલની કચેરી હોમગાર્ડઝ ગુજરાત રાજય તરફથી બોટાદ જીલ્લાના રાણપુર સબ યુનીટના સભ્ય અશોકભાઈ એસ. પીપળીયાનું ચાલુ ફરજ દરમ્યાન અવસાન થતા તેઓને મરણોતર સહાય રૂા.1,52,500 (એકલાખ બાવન હજાર પાંચસો)નો ચેક તેમના વારસદાર પાર્વતીબેન એ. પીપળીયાને સહાયનો ચેક બોટાદ જીલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ યોગેશ મહેતાના હસ્તે આપવામાં આવેલ. ચેક વિતરણ વખતે જીલ્લા હોમગાર્ડઝ ઓફીસના ઈ.ચા. હેડ કલાર્ક જેન્તીભાઈ પરમાર, રાણપુરના ઓસી ચુડાસમા તથા કલાર્ક હીંમતભાઈ, અનીલભાઈ વાલાણી તથા અવસાન પામનારના પિતા શીવરામભાઈ તથા તેમના ઘરના સભ્યો હાજર રહેલ અને હોમગાર્ડઝ દળની આ કામગીરીને બીરદાવેલ.


Loading...
Advertisement