ભારતમાં 63.7% મહિલાઓ 21 વર્ષ પછી લગ્ન કરે છે: 2011ની સરખામણીએ સુધારો

18 July 2019 01:20 PM
India Woman
  • ભારતમાં 63.7% મહિલાઓ 21 વર્ષ પછી લગ્ન કરે છે: 2011ની સરખામણીએ સુધારો

માત્ર 2.3% મહિલાઓ સગીરવયે લગ્ન કરે છે

નવી દિલ્હી: મહિલાઓના આરોગ્ય પર હકારાત્મક અસર સર્જી શકે તેવા ઘટનાક્રમમાં 18 વર્ષથી નીચેની વયે લગ્ન કરતી મહિલાઓની ટકાવારી ઘટી છે.
સેમ્પલ રજીસ્ટ્રેશન સીસ્ટમ, સર્વે, 2017 મુજબ, 18 વર્ષથી નીચેની ઉંમરે લગ્ન કરનારી મહિલાઓની ટકાવારી 2.3% છે. 2011ની વસતી ગણતરીમાં આ આંકડો 3.7% હતો. ગ્રામીણ વિસ્તારોમાં આ ટકાવારી 2011માં 4.4% નોંધાઈ હતી તે 2017માં ઘટી 2.6% થઈ છે.

શહેરી વિસ્તારોમાં પુખ્ત વયની બન્યા પહેલા પરણનારી મહિલાઓની ટકાવારી 1.7% ના સ્તરે યથાવત રહી છે. એસઆરએસ સર્વે મુજબ 2017માં લગ્ન કરનારી મહિલાઓની સરેરાશ વય 22.1 વર્ષ હતી, ગ્રામીણ વિસ્તારોમાં આ વય 21.7 અને શહેરી વિસ્તારોમાં 23.1 વર્ષ છે. 2011ની વસતી ગણતરીમાં મહિલાઓની સરેરાશ લગ્નવય 21.2 વર્ષ હતી.

રાજયોની વાત આવે ત્યારે પશ્ર્ચિમ બંગાળમાં મહિલાઓની સરેરાશ લગ્નવય 21.2 વર્ષ અને જમ્મુ-કાશ્મીરમાં 25.1 વર્ષ હતી. એસઆરએસના સર્વેમાં જણાવ્યું છે 63.7% ભારતીય મહિલાઓ 21 વર્ષ પછી લગ્ન કરે છે. 2011ની વસતી ગણતરીમાં આ આંકડો 52.2% હતો. ગ્રામીણ વિસ્તારોમાં 21 વર્ષ પછી લગ્ન કરનારી મહિલાઓની ટકાવારી તાજા સર્વેમાં 59.2% હતી. 2011માં એ 46% હતી, એ જોતાં ગ્રામીણ વિસ્તારોમાં સ્થિતિ નોંધપાત્ર રીતે સુધરી છે.

શહેરી વિસ્તારોમાં 21 વર્ષ પછી લગ્ન કરનારી મહિલાઓની ટકાવારી 2017ના સર્વેમાં 73.6% જોવા મળી હતી, 2011માં એ 68.7% હતી. ભારતમાં સેમ્પલ રજીસ્ટ્રેશન સર્વે 79 લાખની વસતીને આવરી લેતો વિશ્ર્વનો મોટો વસતીવિષયક સર્વે છે.

એસઆરએસ સર્વે મુજબ ભારતમાં 33.9% મહિલાઓ ગ્રામીણ ભારતમાં 38.2% અને શહેરી ભારતમાં 24.7% 18થી20 વર્ષની વયે લગ્ન કરે છે. 2011માં આ આંકડો 44.2% હતો. ગ્રામીણ ભારતમાં ટકાવારી 49.5 અને શહેરી ભારતમાં 29.6% હતી.


Loading...
Advertisement