BS-VI ધોરણ લાગુ થતાં ઈંધણના ભાવ એપ્રિલથી વધશે

18 July 2019 12:51 PM
Budget 2019 India
  • BS-VI ધોરણ લાગુ થતાં ઈંધણના ભાવ એપ્રિલથી વધશે

બજેટમાં 1 રૂપિયાની વધારાની એકસાઈઝ અને એટલા જ સેસ પછી વધારાનો માર

મુંબઈ:
ભારત સ્ટેજ-6 માપદંડ મુજબ વાહનો બનાવાઈ રહ્યા છે. 1 એપ્રિલથી પ્રદૂષણ ઘટાડવાના ઈરાદાથી લાગુ થઈ રહેલા નિયમોથી વાહનોની કિંમત વધવાના સંકેત છે. એ સાથે નવા ધોરણોને અનુરૂપ ઈંધણ બનાવવાનો ખર્ચ પણ વધશે એ જોતાં ઓઈલ કંપનીઓ બોજો ગ્રાહક પર ખસેડશે. એટલે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધશે.
વધુ સ્વચ્છ ઈંધણ બનાવવા સરકારે ઓઈલ માર્કેટીંગ કંપનીઓને વધારાનું રોકાણ કરવું પડયું છે. ભાવ વધારા દ્વારા તે ખર્ચ સરકરા કરશે. અલબત, આખરી નિર્ણય સરકાર કરશે.
ઓઈલ રિફાઈનીંગ કંપનીઓએ તેમની ઉત્પાદનક્ષમતા સુધારવા રૂા.30000 કરોડનો ખર્ચ કર્યો છે.
ભારત 1 એપ્રિલથી યુરો-6 સમકક્ષ પીએસ-6 એમીસન નોર્મ્સ લાગુ કરી રહ્યું છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ ભાવવધારો લીટરે વધુમાં વધુ બે રૂપિયા રહેશે. સ્પેશ્યલ સેસ અથવા ડયુટીના રૂપમાં આ વધારો લેવાશે. ઓટો ફયુલ વિઝન અને પોલીસી 2025એ વધુ સ્વચ્છ ઈંધણ બનાવવા વધારાનું રોકાણ સરભર કરવા 75 પૈસા સેસની ભલામણ કરી હતી.
પેટ્રોલ અને ડીઝલનું ભાવમાળખુ જુદુ હશે. રેક કંપનીના રોકાણ મુજબ એની સરેરાશ કાઢવામાં આવશે. નવું ઈંધણ લોંચ થવાનું હશે એ પહેલાં ભાવવધારો જાહેર થશે.
ઉલ્લેખનીય છે કે બજેયમાં સરકારે લીટર દીઠ 1 રૂપિયાની વધારાની એકસાઈઝ ડયુટી અને 1 રૂપિયાનો ઈન્ફ્રાસ્ટ્રકચર સેસ નાખ્યો હતો. હવે સ્વચ્છ ઈંધણના નામે ભાવવધારો ગ્રાહકો પર બીજો માર હશે.
જો કે એમીશનના નવા નિયમો મુજબ વાહનોનું ઉત્પાદન અને ઈંધણથી પ્રદૂષણ ઘટશે એ એક મોટો લાભ હશે.


Loading...
Advertisement