પક્ષપલટો: કોંગી ધારાસભ્ય અલ્પેશ-ધવલ આજે ભાજપમાં જોડાશે

18 July 2019 10:44 AM
Gujarat Politics
  • પક્ષપલટો: કોંગી ધારાસભ્ય અલ્પેશ-ધવલ આજે ભાજપમાં જોડાશે
  • પક્ષપલટો: કોંગી ધારાસભ્ય અલ્પેશ-ધવલ આજે ભાજપમાં જોડાશે

કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની ભાજપમાં જોડાવવાની કેટલાય સમયથી અટકળો ચાલી રહી છે.

અમદાવાદ: કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની ભાજપમાં જોડાવવાની કેટલાય સમયથી અટકળો ચાલી રહી હતી, જે રહસ્યનો હવે ક્ષત્રિય ઠાકોર સેનાની મળેલી કોર કમિટી બેઠકમાં અંત આવ્યો છે. આજે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાશે. Image result for alpsh-dhawal-will-join-bjpજો કે, ભાજપમાં અલ્પેશને પ્રધાનમંડળમાં સ્થાન મળે છે કે કેમ તે અંગે હજુ સવાલ જ છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આજે દિલ્હીમાં નીતી આયોગમાં જવાના હોવાથી અલ્પેશ ઠાકોર ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં કમલમ ખાતે ભાજપમાં જોડાશે.
Image result for alpsh-dhawal-will-join-bjp
આ પહેલા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક મળી હતી. આ બેઠકમાં ઓબીસી એક્તા મંચના નેતાઓ પણ હાજર હતા. છેલ્લા કેટલાક દિવસોથી અલ્પેશ ઠાકોરે પોતાની કોંગ્રેસ પ્રત્યેની નારાજગી વ્યક્ત કરી ભાજપમાં જોડાવાનો સૂર આલાપ્યો હતો. જે મુદ્દે આજે ભાજપમાં જોડાશે. અલ્પેશ ઠાકોરની સાથે સાથે ધવલસિંહ ઝાલા પણ ભાજમાં જોડાશે. 

Image result for alpsh-dhawal-will-join-bjp

કોંગ્રેસમાં બળવો કરીને રાજીનામુ આપનાર ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની હવેની રણનીતિ શું હશે તેની પર સૌની નજર હતી.
Image result for alpsh-dhawal-will-join-bjp
આ અગાઉ અલ્પેશ ઠાકોરના નિવાસ સ્થાને ક્ષત્રિય ઠાકોર સેનાની કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં અનેક આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકમાં અલ્પેશ અને ધવલસિંહ ભાજપમાં જોડાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેનો કોર કમિટીએ સ્વીકાર કર્યો હતો. હવે અલ્પેશ અને ધવલસિંહ ભાજપમાં જોડાશે. આ અંગે કોર કમિટીનું સર્વાનુમતે કહેવું હતું કે, તમે સત્તામાં રહેલી પાર્ટી સાથે રહીને ગરીબ સમાજનો વિકાસ કરી શકશો અને આપણા સમાજ માટે વિકાસ કરી શકશો.


Loading...
Advertisement