10 ધોરણ પાસ માટે સોનેરી તક, GSRTCમાં 2249 જગ્યા માટે થઈ રહી છે ભરતી

18 July 2019 08:31 AM
Rajkot Education Gujarat Saurashtra
  • 10 ધોરણ પાસ માટે સોનેરી તક, GSRTCમાં 2249 જગ્યા માટે થઈ રહી છે ભરતી

જો તમે ધોરણ 10 પાસ હોય અને તમે સરકારી નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય તો, તમારા માટે સોનેરી તક આવી છે.

ગાંધીનગર: 10 ધોરણ પાસ માટે સોનેરી તક, GSRTCમાં 2249 જગ્યા માટે થઈ રહી છે ભરતી જો તમે ધોરણ 10 પાસ હોય અને તમે સરકારી નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય તો, તમારા માટે સોનેરી તક આવી છે.

જો તમે ધોરણ 10 પાસ હોય અને તમને ડ્રાઈવિંગ આવડતું હોય તો, તમારા માટે સરકારી નોકરીની આ ઉત્તમ તક છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડ્રાયવર માટેની કુલ 2249 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

અરજી કરવાની છેલ્લી તારીખ - ધોરણ 10 પાસ ઉમેદવાર તા 12/07/19થી તા. 11/08/2019 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

કેટલી મળશે સેલરી - ડ્રાયવરની જગ્યા માટે પસંદગી પામનાર ઉમેદવારને પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. 10000 મળવા પાત્ર રહેશે
Image result for recruitment-for-2249-posts-in-gsrtc
ઉંમર-ઉંચાઈ-અનુભવ અને લાયસન્સની માહિતી
ઉંમર મર્યાદા - ૨૫ થી ૩૮ વર્ષ (અનામત અને મહિલા ઉમેદવારને નિયમ મુજબ છૂટ આપવામાં આવી છે), ઉંચાઇ - ઓછામાં ઓછી ૧૬૨ સે.મી. (અનુ. જનજાતિના કિસ્સામાં ૧૬૦ સે.મી.), અનુભવ - હવી લાયસન્સ પછીનો ડીઝલ સહિતના ભારેવાહન ચલાવવાનો ઓછામા ઓછો ચાર વર્ષનો અનુભવ, લાયસન્સ - પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી પબ્લીક વાહન ચલાવવાનું લાયસન્સ તથા બેઝ હોવો જરૂરી છે.
Image result for recruitment-for-2249-posts-in-gsrtc
શૈક્ષણિક લાયકાત - ધોરણ ૧૦ પાસનું પ્રમાણપત્ર ગ.મા.શિ.બોર્ડ તથા અન્ય સમકક્ષ બોર્ડનુ માન્ય રહશે.
તમને જણાવી દઈએ કે, ઉલ્લેખનીય છે કે સદર ૫૮૫ ડ્રાયવરોની ભરતીની જાહેરાત સરકારની મંજુરીની અપેક્ષાએ આપવામાં આવી છે. જો સરકાર દ્વારા પસંદગી યાદી બનાવતા સુધીમાં મંજૂરી આપવામાં આવશે તો, ૨૨૪૯ ડ્રાયવરોની ભરતી કરવામાં આવશે. અન્યથા ૧૬૬૪ ડ્રાયવરોની ભરતી પૂર્ણ કરવામાં આવશે. આ સિવાય વધુ માહિતી માટે તમે https://ojas.gujarat.gov.in અથવા https://gsrtc.in પર વધુ માહિતી મેળવી શકો છો.


Loading...
Advertisement